Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ બિગ એવોર્ડ શો યોજાઈ ગયો.

Share

*ભરૂચમાં ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ બિગ એવોર્ડ શો યોજાઈ ગયો*

ભરૂચમાં ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ બિગ એવોર્ડ શો નું પ્રયોશા પાર્ટી પ્લોટ સીમલીયા ગામ ખાતે BKPL નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમના મુખ્ય કરતા હતા ભૂતપૂર્વ ચેરમેન વાજીદ ભાઈ જમાદાર હતા, આ કાર્યક્રમમાં BKPL ક્રિકેટ ટુર્નામેન્ટ નો બિગ ટ્રોફી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો , આ કાર્યક્રમમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર નવયુવાનો ને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી, જેમાં પુરુષ તથા મહિલાઓ એમ બે વિભાગમાં ટ્રોફી મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં BKPL પરિવારના સભ્યો, વડીલો , મિત્રો, , બહેનો ઉપસ્થિત રહ્યા હતા , મુખ્ય મહેમાન તરીકે મહેંદી શેખ વડોદરા, મિશન ઓલમ્પિકના સીઈઓ પ્રગ્નેશ મેસરીયા ગાંધીનગર , જન કલ્યાણ અને મનીપાલ યુનિવર્સિટીના સી.ઈ.ઓ., કાનન ડોટના સી.ઈ.ઓ. તકલીનભાઈ જમીનદાર રિઝવાના બેન જમીનદાર , હારુંનભાઈ પટેલ તેમજ મહિલા ક્રિકેટરો અને એક્સ રણજીત પ્લેયર અને કરંટ રણજીત પ્લેયર, રાઇફલ શૂટિંગ પ્લેયર સોશિયલ વર્કર એજ્યુકેશન અને સ્પોર્ટ્ સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ BKPL ના ચાહકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત એજ્યુકેશન અને સ્પોર્ટ્ સાથે સંકળાયેલા દિગ્ગજો પણ આ ત્રણ સિઝનના એવોર્ડ શોમાં ઉપસ્થિત રહી ઉભરતા સીતારાઓનું સન્માન કરી તેમને પ્રેરણા પૂરી પાડી હતી.

Advertisement

આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે BKPL પરિવારના સાજીદ ભાઈ, સરફરાજભાઈ, અનિલભાઈ રાજ, BKPL પરિવારના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.


Share

Related posts

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નર્મદા કલેકટરને રાંધણ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરતું આવેદન આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat

લીંબડી મહોરમ પર્વની સાદગીથી ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ગીર સોમનાથના ઉનાના નવાબંદરની 15 બોટ દરિયામાં ડૂબી : 10 થી વધુ માછીમારો લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!