મોટી મોટી જાહેરાતો કરાવી આપ નેતાઓએ બુચ માર્યો..?ભરૂચમાં એક જ ચાલે ગુજ્યું પરંતુ જાહેરાત ના હજારો રૂપિયા ન ચૂકવ્યા,ચૈતર વસાવા અને પિયુષ પટેલ પર ગંભીર આક્ષેપ
-પિયુષ અને ચૈતરે જાહેરાત એજન્સી વારા ને ગોળ ગોળ જવાબો આપ્યા
-રાત ગઈ બાત ગઈ જેવો ખેલ આપ ના નેતાઓ એ ખૈલ્યો…?
-ચૂંટણી નું ફંડ ક્યાં ગયું..? કે આવ્યું જ નહીં..?
ભરૂચ લોકસભા બેઠક પર 2024 ની ચૂંટણી નો રાજકીય જંગ ખરાખરી નો જામ્યો હતો,વાજતે ગાજતે આમ આદમી પાર્ટી ના નેતાઓએ ગુજરાત ની ભરૂચ અને ભાવનગર બેઠક ઇન્ડિયા ગઠ બંધન થકી પોતાના તરફી ફાળવી લીધી હતી, રાત દિવસ અવનવા નિવેદનો અને જાહેરાત માધ્યમો થકી પોતાના ઉમેદવાર ચૈતર ને જીતાડવા માટે ના ખુબ પ્રયત્નો શરૂ થયા હતા,
પરંતુ જનતા ના જનાદેશ માં ચૈતર વસાવા ને પણ સતત છ ટર્મ ના સાંસદ મનસુખ વસાવા સામે હાર નો સામનો કરવાનો વારો આવ્યો હતો, આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીની સંગઠન કામગીરી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છૅ,
ભરૂચ ની એક જાહેરાત એજન્સી દ્વારા આમ આદમી પાર્ટી ના ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સામે આક્ષેપો કરવામાં આવ્યા છૅ, એજન્સી ના કર્તા હર્તા અને મધ્યમ વર્ગ પરિવાર માંથી આવતા વિનોદ ભાઈ કરાડે દ્વારા આપ નેતાઓ ઉપર આક્ષેપ કર્યા હતા,
વિનોદભાઈ કરાડે એ પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી જણાવ્યું હતું કરે લોકસભા ચૂંટણી વખતે ચૈતર વસાવા ના પ્રચાર માટે તેઓ ને જાહેરાત માટેનું કહેવાયુ હતું, વિનોદભાઈ દ્વારા શહેર માં * એક જ ચાલે ચૈતર ભાઈ ચાલે*ની સાયકલો ચૂંટણી સમય ગાળા દરમ્યાન ખુબ ફરવાઈ હતી,
ચૂંટણી નું મતદાન સમાપ્ત થયું, પરિણામ આવી ગયું પરંતુ વિનોદભાઈ જેવા પ્રચાર પ્રસાર અને જાહેરાત ના વ્યવસાય કર્તા વ્યક્તિ એ આજે પણ ચૈતર વસાવા અને આપ ના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ પાસે તેઓના બાકી નીકળતુ મહેનતાણું 39 હજાર ઉપરાંત ની રકમ માટે પોતાની ચંપલ ઘસવા નો વારો આવ્યો છૅ,
અત્રે ઉલ્લેખનિય છૅ કે ભરૂચ લોકસભા બેઠકો ઉપર ચૂંટણી ની તારીખ જાહેર થાય તે પહેલા થી જ વાજતે ગાજતે ફરતા ચૈત્ર વસાવા એન્ડ કંપની એ આખરે આવા મધ્યમ વર્ગીય વ્યવસાય કરતા વ્યક્તિઓ સાથે અન્યાય કેમ કર્યો હશે તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છૅ,
શું ઇન્ડિયા ગઠ બંધન કે આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર કે પાર્ટી ને ચૂંટણી ખર્ચ માટે ના પૈસા નથી આપ્યા..? કે દિલ્હી થી મોટું ફંડ આવ્યું હોય અને વચ્ચે થી કંઈ ક ખૈલ થઈ ગયો તેવું તો નથી ને..? તેવી તમામ બાબતો હાલ સમગ્ર ઘટના ક્રમ સામે આવ્યા બાદ થી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છૅ,
હાલ મામલો સામે આવ્યા બાદ આપ નેતા ચૈતર વસાવા અને ભરૂચ જિલ્લા આપ પ્રમુખ આ મામલે કંઈક ખુલાસૌ કરી વધુ માં જણાવે તે અત્યંત જરૂરી છૅ,કારણ કે ભ્રસ્ટાચાર સામે લડત આપી ઉત્પન્ન થયેલ આપ પાર્ટી ના સ્થાનિક નેતાઓ સામે જ શંકા ઉપજાવે તેવી બાબતો અને ગંભીર આક્ષેપો થઈ રહ્યા છૅ,તેવામાં મધ્યમ વર્ગીય જાહેરાત માધ્યમ ના કર્તા હર્તા નું મહેનતાણું આપ ના ઈમાનદાર નેતાઓ વહેલી તકે પહોંચતું કરશે તેવી આશાઓ પણ જાગૃત નાગરિકો રાખી રહ્યા છે