Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં કળિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.જેમાં સગા જ દીકરાએ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી

Share

અંકલેશ્વરમાં કળિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.જેમાં સગા જ દીકરાએ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના 27 વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી.ગતરોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેમાં આવેશ આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો. આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને ઘરે કામ છે એવું કહી બોલાવ્યા હતા. બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બેડરૂમમાં પલંગ પર લોહીથી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા.આ તરફ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ માટે ખસેડ્યો હતો.આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ખેડા : વડતાલધામના સંગ્રહાલયમાં જસ્ટીશ ડી એન પટેલે શિલાપૂજન કર્યુ .

ProudOfGujarat

નડિયાદમાં સંતરામ રોડ પર તસ્કરો એ 4 દુકાનોના તાળા તોડી ચોરી આપ્યો અંજામ

ProudOfGujarat

ભરૂચ મદીના હોટેલ પાછળ ના ભાગે જુગાર રમતા ચાર જુગારીઓને હજારોના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!