Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં ઝગડીયા થી અદ્લ ગામ બોરીદ્રા જતા રોડ પરથી રૂપિયા ત્રણ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબીની ટીમ

Share

ભરૂચમાં ઝગડીયા થી અદ્લ ગામ બોરીદ્રા જતા રોડ પરથી રૂપિયા ત્રણ લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબીની ટીમ

ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ઓ સામાજિક પ્રવૃત્તિઓ પર રોગમાં લગાવવા માટે પોલીસ અધિક્ષક દ્વારા બુટલેગરોને ઝડપી પાડવા સૂચન આપવામાં આવ્યું હોય આથી એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભરૂચના ઝઘડિયા તાલુકાના મુદ્દલ ગામ થી બોરીદ્રા ગામ જતા રોડ પર મારુતિ ઇકકો ફોરવીલ કારમાંથી ભારતીય બનાવટનો રૂપિયા ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Advertisement

આ બનાવને પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચમાં આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યા કરવાની હોય તે સમયે કોઈ પણ પ્રકારની અસામાજિક ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટેની સૂચન આપવામાં આવ્યું હોય જે અનુસંધાને એલસીબી ની ટીમ દારૂ ના નામચીન બુટલેગરોની શોધમાં હોય તે દરમિયાન એલસીબી પીઆઇ ડી. એ. તુવરને કોમ્બિંગ નાઈટ દરમિયાન બાથતમી મળેલ કે રાત્રિના સમયે નેશનલ હાઇવે નંબર 48 પર સુકામણા ગામ નો સંજય ઉર્ફે સંજુ વસાવા તથા નાના સંજા ગામનો અલ્પેશ વસાવા બંને એક સફેદ કલરની મારુતિ ઇકકો કાર મારફત ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ના જથ્થા સાથે બોરીદ્રા ગામ જતા એક માર્ગીય રોડ પર થઈ જનાર છે જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ રસ્તા પર ચોક્કસ વોચ ગોઠવેલ હોય આથી બાદમી વાળા રસ્તા પર તલાસી લેતા એલસીબી ની ટીમને ઝગડીયા તાલુકાના મુદલ ગામ થઈ સુકાવણા નજીક એક માર્ગીય રસ્તા પરથી રોડની સાઈડ પર સીમમાં ઇકકો કારમાં પ્રોહિબિટેડ ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હોય પરંતુ બુટલેગરો અહીંથી નાસી છૂટ્યા હોય, એલસીબી ની ટીમે વિદેશી દારૂ ના બોટલ બીયરના ટીન મળી કુલ નંગ 780 કિંમત રૂ. 98,160- /મારુતિ ઈકો ગાડી નંબર GJ- 16- DJ-8848 કિંમત રૂપિયા 3,00,000 બનાવ સ્થળ પર થી વોન્ટેડ આરોપીઓ 1)સંજય ઉર્ફે સંજુ ઇશ્વરભાઇ વસાવા રહે સુકવણા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ , 2) અલ્પેશ વિનોદભાઈ વસાવા રહે નાના સાંજા ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

આ મધર્સ ડે એ માતૃત્વની ઉજવણી – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ બનતી દરેક માતાના માતૃત્વની ઉજવણી કરવા માટે સમય કાઢે છે !

ProudOfGujarat

નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2505 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!