નેત્રંગમાં ભારે વરસાદના કારણે કવચીયા ગામે ઘરમાં પાણી ઘુસ્યા, ઘરના લેવલથી ઉંચો સીસી રસ્તો બનતા પાણી ઘુસ્યાના અહેવાલ…
ગ્રામજનોને ભારે હાડમારી વેઠવી પડે છે
નેત્રંગ તાલુકામાં જુન માસમા પ્રથમ પખવાડીયા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણો નદી-નાળા અને ચેકડેમમાં નવા વરસાદી પાણીના નીર આવ્યા છે.ખેતીલાયક વરસાદના કારણે ખેડુતોમાં આનંદ છે.સોયાબીન,કપાસ,તુવરે,મકાઈ અને ચોમાસું પાકમાં સારા ઉત્પાદનની આશા સેવાઇ રહી છે.
પરંતુ નેત્રંગ તાલુકાના કવચીયા ગામે જુના પોસ્ટ ઓફિસ ફળીયામાં ભારે વરસાદના કારણે બે-ત્રણ ઘરમાં વરસાદી પાણી ભરાય જવાનું જાણવા મળ્ય હતું. કવચીયા ગામના રહીશ પ્રતાપભાઇ વસાવાએ ટેલીફોનિક સંવાદમાં જણાવ્યું હતું કે કવચીયા ગામે ઘરના લેવલથી ઉંચો સીસી રસ્તો બનતા પાણી ઘુસ્યા હોવાના આક્ષેપ કર્યા છે.વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થયો નથી.તેવા સંજોગોમાં ઘરના રહીશોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે…
:- યાકુબ પટેલ..ભરૂચ…