Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પોલીસ ની ફરજ માં બુટલેગરો નો સાથી બન્યો, ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા આઠ બુટલેગરોની ધરપકડ,હેડ કોન્સ્ટેબલ પણ જેલ ભેગો થયો

Share

પોલીસ ની ફરજ માં બુટલેગરો નો સાથી બન્યો, ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા આઠ બુટલેગરોની ધરપકડ,હેડ કોન્સ્ટેબલ પણ જેલ ભેગો થયો

-વાલિયા પોલીસ મથક ના મુદ્દામાલ માં રહેલો દારૂનો જથ્થો સગેવગે કરનાર જગદીશ વસાવા ઝડપાયો

Advertisement

-બુટલેગરો ના મસીહા બનવાનું ભારે પડ્યું….

-ભરૂચ જિલ્લા માં નશાના કારોબાર માં પોલીસ મથકો પણ અ-સુરક્ષિત સામે આવ્યા..?

ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાં જમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો 31 લાખનો મુદ્દામાલ સગેવગેની પોલીસ તપાસમાં પોલીસ કર્મી અને તેના મળતીયાઓ પાસેથી દારૂ લેનાર આઠ બૂટલેગરોને વાલીયાના શિલુડી ચોકડી નજીકથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના વાલિયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં જગદીશ ધનજી વસાવા પાસે ક્રાઈમ રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો.તે સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેમની પાસે જ હતી.
જેનો ફાયદો ઉઠાવી રૂમમાંથી 31 લાખનો વિદેશીદારૂ સગેવગે કર્યો હતો. મામલા માં વાલિયા પોલીસે ગુનો નોંધતાં ભરૂચ એલસીબીના પીઆઈ મનિષ વાળાને તપાસ સોંપાઈ હતી.જે બાદ જગદિશ વસાવાની ધરપકડ કર્યાં બાદ પુછપરછ કરતાં તેના કારસામાં હોમગાર્ડ જયરાજસિંહ રાઉલજી તથા ત્રણ જીઆરડી જવાન અશ્વિન વસાવા, દેવેન્દ્ર ગામીત તેમજ સંદિપ વસાવા મદદ કરતાં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
જેમાં આ ચારેય હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રીના સમયે તેમની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને લઈ બૂટલેગરોને વેચી દેતા હોવાનું ખૂલ્યું હતું.આ મમાલે LCB ટીમે તપાસ દરમિયાન આ ગુનામાં દારૂ લેનાર બૂટલેગરો છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ પકડથી નાસતા ફરતા હતા.
ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં વોન્ટેડ પ્રવીણ શંકરભાઈ વસાવા,દેવેન્દ્ર વસંતભાઈ વસાવા, સંજય સતિષભાઇ વસાવા, અનિલકુમાર રમેશભાઈ બૈશાની, મહેશ ઉર્ફે મસો સુકાભાઈ વસાવા,હરીશ રાજુભાઇ વસાવા, સતિષ કેસુરભાઈ વસાવા અને અનિલ ઉર્ફે લાલો વિજયભાઇ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે


Share

Related posts

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ઓવરલોડ ગાડીઓ બાબતે ફરિયાદ કરનારને ધમકી

ProudOfGujarat

સુરત : CAA અને NRC ના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના ગુમાનદેવ નજીક દિપડો મૃત હાલતમાં મળતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!