Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું

Share

એન્કર

ભરૂચના જીએનએફસી ઓવરબ્રીજ નજીક ટેમ્પાની અડફેટે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું

Advertisement

વિઓ

ભરૂચના જીએનએફસી ઓવર બ્રિજ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની વિગતો પર નજર કરીએ તો ભરૂચના નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો સાજીદ શેખ નવસારી નોકરી અર્થે રોજ અપડાઉન કરે છે. તે પોતાની બાઇક ભરૂચ રેલવે સ્ટેશન પર મૂકે છે અને ટ્રેનમાં નોકરી અર્થે જાય છે. આજ રોજ સવારના સમયે તે જી.એન.એફ.સી.ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઓવર સ્પીડ જતા ટેમ્પાના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેમાં યુવાન માર્ગ પર પટકાયો હતો અને ટેમ્પાના તોતીગ પૈડા તેના પર ફરી વળતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ.અકસ્માત બાદ ટેમ્પોચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.પોલીસે ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.


Share

Related posts

વડોદરા : ડભોઇનાં વૈષ્ણવ પાર્કમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ કર્યુ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

પ્રોહિબીશનના ગુના માં છેલ્લા ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો…..

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાનાં માલ સમોટ ગામ ખાતે 40 જેટલા આદિવાસી સમાજનાં લોકોની જમીન ખાલી કરવા માટે પ્રાંત અધિકારીએ નોટિસ આપતા ભારે વિવાદ થયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!