ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો હેરાન પરેશાન
ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના ચાર માર્ગીય રોડ ની કામગીરી ચૂંટણી તાણે શરૂ કરવામાં આવેલી કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી રોડને અડીને આવેલા ગટર ખોટકામના કારણે અનેક વાહન ચાલકો અહીં પડતા હોય છે
રોડની એકબાજુ ત્રણથી ચાર ફૂટ ખોદકામને લઈ પાણી ભરાતા અનેક વાહન ચાલકો પાણીમાં ખાબકતા નજર પડ્યા
ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના ચાર માર્ગીય રોડની કામગીરીને લઈ રોજ સવાર સાંજ ટ્રાફિક જામની સમસ્યા વર્તાતી હોય છે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક લોકોએ તો લેખિતમાં પણ જિલ્લા વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ હજી સુધી તંત્રની આંખ ખુલતી નથી. આવા અનેક સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે
ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના ચાર માર્ગીય રોડની કામગીરી ગત લોકસભા ચૂંટણીના ચાર દિવસ પહેલા શરૂ કરવામાંએએખ આવી હતી પરંતુ ચૂંટણી પત્યા બાદ આજે છેલ્લા કેટલાક સમયથી કામગીરી બંધ હોવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન સ્થાનિક લોકોના આવા અનેક આક્ષેપો
ઝાડેશ્વર ચોકડી થી ઝનોર સુધી ના પૂર્વપટ્ટીના રાજકીય આગેવાનોની નબળી નેતાગીરીના કારણે અહીં કામગીરીમાં પણ વિલંબ થતો જોવા મળી રહ્યો છે
ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના મુખ્ય માર્ગ ને ચાર માર્ગીય માર્ગની કામગીરી ચૂંટણી તાણે શરૂ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કામગીરી બંધ હોવાના કારણે અહીં અવર-જવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવી પડતી હોય છે ત્યારે હાલ ચોમાસું શરૂ થયું છે છેલ્લા પાંચ દિવસથી લગાતાર વરસાદ મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે આ માર્ગ ઉપર ખૂબ જ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે વાહન ચાલકોની કમર તૂટી જતી હોય છે તેવા વાહન ચાલકો આક્ષેપો કરી રહ્યા છે
અને હાલ રોડને અડીને આવેલી ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધી જે ચાર માર્ગીય રોડની કામગીરીને લઈ કામગીરી ગટર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ કામગીરી માત્ર દેખાવ પૂરતી જ કરવામાં આવતી હોય અને છેલ્લા કેટલાક સમયથી ગટરની કામગીરી ખુલ્લી મૂકી દેવામાં આવતા કેટલાક વાહન ચાલકો વરસાદમાં અહીં પટકાતા હોય છે ત્યારે આ વિસ્તારમાં રાત્રે લાઈટ ના અભાવે પણ અહીંથી પસાર થતા વાહન ચાલકો કેટલાક આ ગટર પટકાતા ફસાતા હોય છે ત્યારે કેટલાક ગુંગા પશુઓ પણ અહીં ગટરમાં પડતા હોય છે આવી ઘટનાઓ તો અહીં વારંવાર બનતી હોય છે
આ વિસ્તારમાં સતત ખૂબ જ મોટા મોટા બસના ટ્રાવેલિંગોના પાર્કિંગો પણ હોવાથી અહીં ખૂબ જ ત્રાફિકની પણ સમસ્યા વર્તાતી હોય છે અને હાલ તો છેલ્લા ચાર દિવસથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રીથી ચાર દિવસથી વરસી રહેલા વરસાદમાં પણ કેટલાક લોકો ખાડામાં પટકાતાઅ હેરાન પરેશાન થયા ગયા છે
તથા આ માર્ગ પર ખૂબ જ મોટા મોટા ખાડાઓ પડી જવાથી કેટલાક લોકોને ભારે હાલાકી પડતી હોય છે છેલ્લા કેટલાક સમયથી આ રોડની કામગીરી ન થવાથી સ્થાનિક લોકોએ રોડ માટે રોડ પર ઉતરવું પડ્યું હતું અને ત્યારબાદ તંત્રની આંખ ખુલતા તંત્રએ ઝાડેશ્વર ચોકડી થી જુના તવરા સુધીના મુખ્ય માર્ગને ચાર માર્ગીય રોડ બનાવવાની જાહેર કરી અને ત્યારબાદ કામગીરી પણ શરૂ કરવામાં આવી ભરૂચ લોકસભા ચૂંટણી ટાણે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી પૂર્ણ થતા જ કામગીરી પણ બંધ કરી દેવામાં આવતા છેલ્લા આજે દોઢ મહિનાથી કામગીરી બંધ હોવાથી કેટલાક લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે