ગુજરાતમાં અષાઢી બીજ નો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે, અષાઢી બીજના દિવસે ઠેર – ઠેર જગન્નાથજીની રથયાત્રા પરિભ્રમણ કરતી હોય છે, ભરૂચમાં પણ જગન્નાથજીની રથયાત્રાનું પરિભ્રમણ નું આયોજન કરાયું હોય, જેના અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ની સૂચના અનુસાર વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હોય, જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવી ફરજિયાત હોય આ પ્રકારે એન્ટ્રી ન કરનાર હોટલ તથા ગેસ્ટ હાઉસ ની તપાસ કરી ભરૂચ એસ.ઓ.જી ની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અંકલેશ્વર ના એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવેલ ન હોય તેના મેનેજર સહિતના સમક્ષ કાયદેસરની કાર્યવાહી એસોજીની ટીમે હાથ ધરી હતી.
ભરૂચમાં આગામી સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નગરચર્યા કરવાની હોય, જેને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા વિવિધ પ્રકારે બહાર પાડવામાં આવેલા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનામાં ની અમલવારી માટે હોટલ, ગેસ્ટહાઉસ વગેરેની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવતી હોય તેની તલાસી લેવામાં આવી હતી. આ તલાસી લેતા અંકલેશ્વર ખાતે આવેલ મોનાર્ચ ગેસ્ટહાઉસ માં આવા- ગમન કરતા પ્રવાસીની પથિક સોફ્ટવેર માં કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં આવેલ ન હોય આથી SOG ની ટીમ દ્વારા સ્ટાફના માણસો સાથે રાખી ઝીણવટ પૂર્વકની તપાસ હાથ ધરતા રજીસ્ટર મુજબ એન્ટ્રી મળી આવેલ ન હોય આથી એસોજી ની ટીમે આ ગેસ્ટ હાઉસ ના મેનેજર જુબેર બશીર અહેમદ શેખ ઉંમર વર્ષ 34 રહે પીપળી ફળિયુ માલીવાડ ભરૂચ ને ઝડપી લઇ આગળ કાયદેસરની કાર્યવાહી એસઓજીની ટીમે હાથ ધરેલ છે.