વાહ વાહી લૂંટવા નો પોલીસ તંત્ર માં ખેલ…? ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની કામગીરી સામે કોર્ટ માં ઉઠ્યા સવાલ,?ટંકારીયા અને કંબોલી ચોરી પ્રકરણ માં મુદ્દામાલ ના ભાવો અલગ અલગ બતાડ્યો હોવાની ચર્ચા
તાજેતર માં જ ભરૂચ જિલ્લા ના પાલેજ પોલીસ મથક વિસ્તાર માં આવેલ ટંકારીયા અને કંબોલી ગામ ખાતે થયેલ લાખો રૂપિયા ની ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો,સમગ્ર ઘટના ક્રમ માં 45 લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાંચ ને ઝડપી પાડ્યા હતા
આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પાલેજ પોલીસ મથક માં નોંધાયેલ ફરિયાદ માં અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા જાહેર કરવામાં આવેલ સોનાની કિંમત અને મુદ્દામાલ ની કિંમત માં અલગ અલગ રીતે ઓછી વધતું હોવાનું કહેવાય છૅ, જેને પગલે ઘટનામાં સામે આરોપી પક્ષ ના વકીલો ની દલીલ ના આધારે કોર્ટ દ્વારા પાલેજ પોલીસ મથક ના પોલીસ અધિકારી સમક્ષ ખુલાસો પણ પૂછવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છૅ, જેમાં પોલીસ અધિકારી દ્વારા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ખુલાસા કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું,
અત્રે ઉલ્લેખનિય છૅ કે આ જ પ્રકરણ માં કસ્ટોડિયલ હેરેસમેન્ટ મામલે પણ આરોપીઓ એ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ મુક્યો હતો જે બાદ આખા પ્રકરણ માં પોલીસે રિમાન્ડ મેળવવા માટે પણ રજુઆત કરી હતી પરંતુ પોલીસ મથક માં નોંધાયેલ ફરિયાદ માં અને પ્રેસ નોટ થકી બતાડવામાં આવેલ રિકવરી મુદ્દામાલ માં ફરક હોવાની બાબત ચર્ચાનું કેન્દ્ર બની છૅ,