ભંગાર ની હરાજી માં ભ્રસ્ટાચાર…? આમોદ પાલિકા ની કામગીરી સામે ઉઠ્યા સવાલ, કોંગ્રેસ મહામંત્રીએ કરી મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજુઆત
-હરાજી ના રૂપિયા જમા થયા કે નહીં..? રસીદ વગર ચાલતું પાલિકા નું તંત્ર
-આખરે જિલ્લા માં ભ્રસ્ટાચારીઓ ક્યારે સુધરશે..?
-આમોદ પાલિકા પ્રમુખ સહિત પક્ષ ના નેતાઓ મામલે જવાબ આપો……!!
ભરૂચ જિલ્લા ના આમોદ નગર પાલિકા ના શાશક પક્ષ સામે ભ્રસ્ટાચાર ના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છૅ, સ્થાનિક વેપારી દ્વારા ભંગાર હરાજી માં ભરવામાં આવેલ રકમ ની રશીદ ણ આપી પાલિકા ના હોદ્દેદારો દ્વારા ભ્રસ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ એ, એમ કોલસા વાળા દ્વારા ગત તારીખ 14/03/2024 ના રોજ આમોદ પાલિકા ના મુખ્ય અધિકારી ને પત્ર લખી કરવામાં આવ્યા હતા,
જે બાબત અંગે હવે ગુજરાત કોંગ્રેસ ના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આમોદ નગર પાલિકા ના હોદ્દેદારો દ્વારા આચારવામાં આવેલ ભ્રસ્ટાચાર અંગેની લેખિત રજુઆત કરી હતી, તેમજ તાત્કાલિક અસર થી સમગ્ર મામલે વિશેષ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા અને કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી હતી,
સંદીપ માંગરોલા દ્વારા આજે એક પ્રેસ નોટ જાહેર કરી જણાવવા માં આવ્યું હતું કે ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર્ય માજા મૂકી છે. નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા વેપારીઓ પાસેથી નગરપાલિકાના રોકડા રૂપિયા લઇને મોટા પાયે ભ્રષ્ટાચાર હાથ ધરવામાં આવી રહ્યો છે. વેપારીઓ દ્વારા આ અંગે ફરિયાદ કરાતા, તે બાબતે કોઈપણ પગલાં ભરવામાં આવેલ નથી. જાગૃત નગરસેવકો દ્વારા પણ આ અંગે અનેક રજૂઆતો પછી કોઈ પગલા ન ભરાતા, અંતિમ પગલાં તરીકે નગરસેવક મહેન્દ્ર દેસાઈ દ્વારા આત્મવિલોપનની ધમકી આપવામાં આવી હતી. આમ છતાં પણ તંત્ર કે પોલીસના પેટનું પાણી હાલતું નથી, જે બાબત સ્પષ્ટ નિર્દેશ કરે છે કે ભાજપના રગેરજમાં ભ્રષ્ટાચાર છવાયેલો છે.
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું કે, “આ પરિસ્થિતિ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ની સંપૂર્ણ ભ્રષ્ટ વ્યવસ્થાની ખાત્રી કરે છે. અમે સરકારને આ બાબતે તાત્કાલિક અને કડક પગલાં ભરવા, અને આ મામલાની વિશેષ તપાસ કરીને જવાબદાર લોકોને કાયદાની કચોટમાં લાવવા અનુરોધ કરીએ છીએ.”આ પ્રકારના આક્ષેપ સાથે સમગ્ર મામલે કાયદાકીય રીતે પગલાં ભરવા અંગેની રજુઆત કરવામાં આવી છૅ,