ભરૂચમાં મોહરમ તાજીયા ના પર્વ નિમિત્તે શહેરમાં સ્વચ્છતા સ્ટ્રીટ લાઈટ સહિતની તકેદારી રાખવા પ્રશાસનને તાજીયા કમિટી દ્વારા રજૂઆત
મોહરમ નો પર્વ નજીક માં યોજાનાર હોય ભરૂચમાં જાહેર માર્ગો ની સફાઈ સ્ટ્રીટ લાઈટો તથા ભૂગર્ભ ની ચેમ્બરો વિશે ની અનેક સમસ્યાઓ હોય મોહરમ ના પર્વ નિમિત્તે તાજીયાના રૂટ પર સ્વચ્છતા તથા જાહેર માર્ગો માં પેચવર્ક કામ કરી આ પવા ભરૂચ શહેર જિલ્લા તાજીયા કમિટી દ્વારા ભરૂચ નગર સેવા સદન ખાતે પ્રમુખને લેખિત આવેદનપત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનમાં જણાવ્યું છે કે ગત વર્ષે અમોને પૂરતી સ્ટ્રીટ લાઈટો પ્રશાસન દ્વારા આપવામાં આવી નહોતી આ વર્ષે સંપૂર્ણપણે સુવ્યવસ્થિત કામગીરી કરી આપવા માંગ છે.
ભરૂચમાં શહેર જિલ્લા તાજીયા કમિટી દ્વારા આગામી સમયમાં યોજાનાર મહોરમ પર્વ નિમિત્તે શહેરમાં ઠેર ઠેર તાજીયા નું આયોજન થનાર હોય તહેવારોમાં શહેરના જાહેર માર્ગો માં સુવ્યવસ્થિત પેચવર્ક કામ કરી આપવામાં આવે તેમ જ જુદા જુદા વિસ્તારોમાં સાફ-સફાઈ નો અભાવ જોવા મળે છે, તો તાજીયા ના રૂટ પર જાહેર માર્ગો સ્વચ્છ સુઘડ બનાવવામાં આવે તે સહિતની માંગણીઓ તાજીયા કમિટી દ્વારા ભરૂચ પ્રશાસન સમક્ષ કરવામાં આવી છે.
તાજીયા કમિટી દ્વારા માંગણી કરાય છે કે શહેરમાં જુદી જુદી જગ્યાએ તાજીયા યોજાનાર હોય ભૂગર્ભ ગટરની ચેમ્બર ના ઢાંકણ પણ ખુલ્લા હોય યોગ્ય સાફ સફાઈ નો પણ સમગ્ર જગ્યા ઉપર અભાવ જોવા મળે છે, આગામી દિવસોમાં પીરકાઠી, મોટા ચાર રસ્તા, 3 દરગાહ, નાની નાગોરી વાડ, ચુનાવાલા ચોક, ગાંધી બજાર , ફાટા તળાવ, કતોપોર દરવાજા, વડાપાડા, લાલ બજાર, જુમ્મા મસ્જિદ સહિતના વિસ્તારોમાં તાજીયા નું જુલુસ ભરૂચ શહેરના રાજમાર્ગો પર ફરવાનું હોય આ તમામ વિસ્તારોમાં તૂટેલા જાહેર માર્ગો હોય તો રીપેરીંગ પેચ વર્ક કામ કરી આપવું સાફ-સફાઈ નો સમગ્ર શહેરમાં અત્યંત અભાવ છે, તાજિયા પર્વ નિમિત્તે આ વિસ્તારોમાં યોગ્ય રીતે સાફ સફાઈ કરી આપવી તેમજ સ્ટ્રીટ લાઈટો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેતી ના હોય આ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઈટો આપવા માંગ કરાય છે, તો જે વિસ્તારોમાં તાજીયા નિમિત્તે તાજીયા ની બનાવટની કામગીરી હાથ ધરવામાં આવતી હોય તે વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઇટો મૂકી આપવા માંગ કરાય છે , દરેક વિસ્તારોમાં તારીખ 8/ 7 /24 થી તાજીયા ને આખરી ઓપ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ તારીખ 7/7/ 2024 થી 17/7/2024 સુધી વોહરા સમાજના તાજીયા નું આયોજન ભરૂચ શહેરમાં થવાનું હોય તો વોહરાવાડ માં આ તહેવારના પર્વમાં યોગ્ય સાફ સફાઈ કરી આપવા રજૂઆત કરી છે તેમજ ચાર રસ્તા થી ફાટા તળાવ ગટરના ખુલ્લા ભાગમાં જાળી નાખી આપવા પણ માંગ કરાય છે , તો હસુબાવા દરગાહમાં ગટરની ચેમ્બરની યોગ્ય સાફ સફાઈ કરી આપવા ની પણ આ લેખિત પત્રમાં માંગણી કરવામાં આવી છે.