કંપનીઓના કર્મચારીઓ જ કરે છૅ, ભરૂચ ના શ્રવણ ચોકડી સહિત ની ચોકડી ઑ ઉપર ટ્રાફિક જામ ની સ્થિતિ
-ભરૂચ નું તંત્ર CSR ફંડ ની મજબૂરી માં કંપનીઓ સામે કાર્યવાહી માં ઢીલાશ રાખે છૅ..?
-ટ્રાફિક પોલીસ નું તંત્ર કંઈ દિશામાં દોડે છૅ..?જિલ્લા પોલીસ વડા તપાસ તો કરાવો …
ભરૂચ ના શ્રવણ ચોકડી, મનુબર ચોકડી, દહેગામ ચોકડી, ABC સર્કલ સહિત અનેક સર્કલો ખાતે જિલ્લા માં આવેલ ઔધોગિક એકમો માં ફરજ બજાવવા જતા કર્મચારીઓ શહેર ની અન્ય જનતા અને વાહન ચાલકો માટે ત્રાસ રૂપી બનતા થતા હોવાનું કહેવાય રહ્યું છૅ,
ખાસ કરી આ કર્મચારીઓ સર્કલો પાસે જ પોતાનો અડિંગો જમાવી ઉભા રહેતા જોય છૅ, જેઓને લેવા આવતી લક્ઝરી બસો પણ બિન્દાસ પણે રસ્તા વચ્ચે જ ઉંભી રાખી દેતા હોય છૅ, અને જ્યાં સુધી કર્મચારીઓ બસ માં ના બેસી જાયઃ ત્યાં સુધી ચાલક બસ આગળ લેતો નથી, જેના કારણે છાશ વારે ટ્રાફિક ની સ્થિતિ સર્જાઈ રહી છૅ,
ભરૂચ ના શ્રવણ ચોકડી વિસ્તાર માં નવા ફ્લાય ઑવર બ્રિજ ની કામગીરી ચાલી રહી છૅ, વચ્ચે જ બ્રિજ ના પિલ્લર આવતા ચોકડી પર રસ્તા સાંકડા બન્યા છૅ, જેને લઈ ત્યાં ટ્રાફિક નું ભારણ પણ વધ્યું છૅ, પરંતુ આ પ્રકારની સ્થિતિ છતાં અનેક ખાનગી કંપની ના કર્મચારીઓ બ્રિજ ની પાસે જ ઉભા રહી જઈ અન્ય પ્રજા ને મુશ્કેલી વેઠવી પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ કરી રહ્યા છૅ,
કંપની કર્મચારીઓ ચોકડી થી આગળ ખુલ્લા રોડ પર જવા માટે માનતા નથી અને કંપની ઑ માં કર્મીઓને લઈ ને જતી લક્ઝરી બસ ના ચાલકો પણ બિન્દાસ ચોકડી પર જ બસ ને ઉંભી કરી દઈ ટ્રાફિક ની પરિસ્થિતિ માં વધુ પ્રાણ ફૂંકતા હોવાનું ચર્ચાઈ રહ્યું છૅ,
આ તમામ ચોકડી ઉપર પોલીસ ના જવાનો તૈનાત હોય છૅ છતાં આ સ્થિતિ મામલે તેઓ પણ મૌન સેવી લેતા હોય છૅ અને માત્ર પોતાની કહેવા પૂરતી કામગીરી કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છૅ, ત્યારે આખરે RTO, તેમજ ભરૂચ નું જિલ્લા ટ્રાફિક પોલીસ ખાતા નું લશ્કર આખરે કંઈ દિશામાં પોતાની કામગીરી કરી રહ્યું છૅ તે બાબત પણ અહીંયા ચર્ચાનું કેન્દ્ર બની છૅ,
સમગ્ર બાબત અંગે કેટલાક જાગૃત નાગરિકો તો પોલીસ તંત્ર ની કંપની કર્મચારીઓ અને તેઓ લેવા આવતી લક્ઝરી બસો ના ચાલકો ની મન માની નું કારણ ચોકડી ઑ ઉપર ઉભેલા પોલીસ કર્મીઓ ની કામગીરી ની નીતિ અને જિલ્લા તંત્ર માં જતા કંપનીઓ ના CSR ફંડ ના કારણે પણ ઢીલાસ દાખવવામાં આવતી હોવાનું કહેવાય છૅ,આ બધા વચ્ચે ભરૂચ ના જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટર મામલે નોંધ લઈ કડકાઈ અપનાવી આ પ્રકારની ચોકડી ઉપર અને ખાસ કરી શ્રવણ ચોકડી ઉપર કડક કામગીરી કરે તેવી લૉક માંગ ઉઠવા પામી છૅ,