વરસાદ માં ખાડા પડ્યા, ચૂંટણીઓ બાદ નેતાઓ વેકેશન મૂડ માં..? અંકલેશ્વર ના ખાડા માં ભાજપ નો ધ્વજ ફરક્યો, પ્રજા ત્રાહિમામ
-રસ્તે થી પસાર થતા વાહન ચાલકો ને કંઈ દિશા માંથી પસાર થવું ખબર જ નથી પડતી
-આ માર્ગ માં કેટલાક ભ્રસ્ટાચારો એ ભાગ લીધો હશે તપાસ નો વિષય..!!
-જિલ્લા માં માર્ગો બનાવવા માં કરોડો વપરાય છતાં પ્રથમ વરસાદે ખાડા જ દેખાય તેવી સ્થિતિ..!
ભરૂચ જિલ્લા માં પ્રથમ વરસાદી માહોલ વચ્ચે જ ભ્રસ્ટાચારીઓ અને તંત્ર ની પોલ પ્રજા સમક્ષ ખુલ્લી પડી રહી છૅ, શહેરી વિસ્તાર માં જ્યાં કરોડો ખર્ચી પેવર બ્લોક નાંખવા માં આવ્યા છતાં સ્થિતિ સુધરવાની જગ્યા એ વધી હોય તેવી પરિસ્થિતિ સામાન્ય વરસાદ માં જ જોવા મળી રહી છૅ,
તો બીજી બાજુ એક બે સ્થળે નહીં પરંતુ જિલ્લા ના અનેક સ્થળે રસ્તા નું ધોવાણ થવાની ઘટનાઓ સામે આવી રહી છૅ, કેટલાક રસ્તા તો ચોમાસા પહેલા જ બનાવવા છતાં જાણે કે ભ્રસ્ટાચાર આચારવામાં નંબર વન ની હરીફાઈ માં કોન્ટ્રાકટરો દ્વારા પોતાના કારનામા કર્યા હોય તેમ કહેવાય રહ્યું છૅ,
અંકલેશ્વર માં વરસાદી માહોલ વચ્ચે નેત્રંગ ને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોવાની બુમરાણ સામે આવી છૅ, આ માર્ગ પર મસ મોટા ખાડા પરવાના કારણે વાહન ચાલકો ને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલી ઓનો સામનો કરવો પડતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છૅ,
અંકલેશ્વર -નેત્રંગ માર્ગ બિસ્માર બન્યા બાદ હવે તેના ખાડા અને તેમાં રહેલ ભારતીય જનતા પાર્ટી ના ધ્વજ નો વાયરલ વીડિયો સોશિયલ મીડિયા માં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છૅ, કહેવાય છૅ કે માર્ગ બિસ્માર હોવાના કારણે ભાજપ અને તેઓના સ્થાનિક આગેવાનો ની કામગીરી ની ટીકા કરી આ અનોખો વિરોધ નોંધાવ્યો હતો,
ચોમાસા ની ઋતુ ને શરૂ થતા ભરૂચ જિલ્લામાં માંડ એક સપ્તાહ નો સમય થયો છૅ, તેવામાં તો પાણી ભરાવવા, ખાડા પડવા, સહિત ની અનેક સમસ્યા ઓનો સામનો કરવાનો વારો પ્રજા ને આવ્યો છૅ, તેવામાં તાજેતર માં જ ચૂંટણી પ્રચારો માં નીકળી ભોળી પ્રજાને આશ્વાશનો આપતા નેતાઓએ હવે પ્રજા ના ટેક્સ ના પૈસા તિજોરીઓ માંથી કાઢી તેઓની પ્રાથમિક સુવિધાઓ ને પૂરી કરવી જરૂરી બની હોવાની લૉક માંગ સામાન્ જનતા માંથી ઉઠી રહી છૅ,