પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તીઓ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હેઠળની સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશન તેમજ જુગારની દિવાળી તહેવાર દરમિયાન થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પો.સ.ઇ. જે.બી.તડવી નાઓને મળેલ બાતમીના આધારે સરસાડ ગામની સીમમાં આરોપી સુરેશ નગીન વસાવા રહે; સુથારપુરા, તા. ઝઘડિયા, જી.ભરૂચ નાઓ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (રોયલ સ્પેશિયલ ઓલ્ડ ડિલક્ષ વ્હીસ્કી)નો જથ્થો વેચાણ કરવાના ઇરાદે કુલ બોટલ નંગ 1104ની કિંમત રૂપિયા 1,10,400/- તેમજ એક્ટિવા મોટર સાઇકલ નંબર GJ 16 BQ 8342ની કિંમત રૂપિયા 30,000/- મળી કુલ કિંમત રૂપિયા 1,40,400/- નો મુદ્દામાલ સહિત આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળનો ગુન્હો નોંધી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.