વરસાદી આફત -અંકલેશ્વર માં વૃક્ષ ધરાસાઈ થયા બાદ વીજ પોલ તૂટી પડતા સ્થાનિકોમાં દોડધામ
-વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળે વૃક્ષ ધરાસાઈ ની ઘટનાઓ બની
ભરૂચ જિલ્લા માં છેલ્લા ત્રણ દિવસ થી મેઘ રાજા મન મૂકી વરસી રહ્યા છૅ, જિલ્લા માં વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાસાઈ જેવી ઘટનાઓ સામાન્ય બની છૅ, તેવામાં અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર માંથી આજે વધુ એક ઘટના સામે આવી હતી,
ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર માં વરસાદી માહોલ વચ્ચે એક વૃક્ષ ધરાસાઈ થયું હતું જે વીજ પોલ પર પડતા વીજ પોલ પણ તૂટી પડ્યું હતું જેને લઈ રસ્તા વચ્ચે પડેલા પોલ ના કારણે એક સમયે લોકોમાં નાશભાગ મચી હતી,
સ્થાનિકોએ ઘટના અંગેની જાણ જીઈબી વિભાગ માં કરતા કર્મચારીઓ એ સ્થળ પર દોડી જઈ રસ્તા વચ્ચે જ તૂટેલ વીજ પોલ ને હટાવવા ની કામગીરી કરી હતી, સમગ્ર ઘટના ક્રમ બાદ સ્થાનિકોને કલાકો ના વીજ કાપ નો સામનો કરવાનો વારો આવ્યો હતો, જોકે ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહત નો શ્વાશ લીધો હતો