ભારે કરી -અંકલેશ્વર માં બે મહિના અગાઉ જ નિર્માણ પામેલ ONGC બ્રિજ પર પ્રથમ વરસાદ માં જ ભુવો પડયો
અંકલેશ્વર ના ONGC બ્રિજ પર પ્રથમ વરસાદ માં જ મસ મોટો ભુવો પડતા વાહન ચાલકો ને હાલાકી વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છૅ, બે મહિના અગાઉ જ નિર્માણ પામેલ ONGC બ્રિજ ને પ્રજા માંતે તેના રીપેરીંગ કાર્ય બાદ ખુલ્લો મુકાયો હતો,
મહાવીર ટર્નીંગ થી અંકલેશ્વર ના ત્રણ રસ્તા સર્કલ અને રાજપીપળા ચોકડી ના માર્ગ ને જોડતા આ બ્રિજ ઉપર થી રોજ ના હજારો વાહનો અવર જ્વર કરતા હોય છૅ,પરંતુ હાલ ચોમાસાની ઋતુ એ માંડ અંકલેશ્વર માં જમાવટ કરી છૅ તેમાં તો વરસાદ ના પ્રથમ રાઉન્ડ માં જ બ્રિજ પર ભુવા પડવાની શરૂઆત થઈ છૅ,
બ્રિજ પર ભુવો પડતા જ સ્થાનિક જાગૃત નાગરિકોએ બ્રિજ ના નિર્માણ માં વપરાયેલ મટીરીયલ ની કામગીરી અને કોન્ટ્રાકટર ની ભૂમિકા ઉપર સવાલો ઉભુયા કર્યા છૅ, ભૂતકાળ માં મંડ ગતીએ કામગીરી કરી પ્રજા ને લાંબા ફેરા ફરાવવા મજબુર કર્યા બાદ હવે નવ નિર્મિત બ્રિજ પર ભુવા પડવા જેવી બાબત લોકો માં ચર્ચાનું કેન્દ્ર બની છૅ,