ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ગણેશભાઈ પોપટભાઈ સુરત થી પરત ફરી ભરૂચ ખાતે આવતા હોય તે સમયે સોના ચાંદી તથા જરૂરી ડોક્યુમેન્ટસ સહિતનું પર્સ ખોવાઈ જતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ટેકનીકલ રિસોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા ગણતરી ના કલાક માં શોધી લઈ મૂળ માલિકને પરત કરેલ છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ગણેશભાઈ પોપટભાઈ સોલંકી સુરત ખાતે ગયેલ હોય જ્યાંથી ઝાડેશ્વર ખાતે પરત ફરેલ હોય નર્મદા ચોકડી ખાતેથી તેઓ ઓટોરિક્ષામાં બેઠેલા હોય તે સમયે તેઓનું અગત્યનું પર્સ જેમાં સોના ચાંદીના દાગીના એક સોનાનું મંગળસૂત્ર, બે સોનાની બુટ, એક જોડ પાયલ , એક જોડ કડા, એક મોબાઈલ ફોન તથા બેંકની પાસબુક તથા અગત્યના કાગળો હોય તે તમામ વસ્તુઓ અજાણતા ખોવાઈ ગયેલ હોય જે તમામ બાબતો ભરૂચ શહેર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓ દ્વારા કહેવામાં આવતા તાત્કાલિક અસરથી ભરૂચ શહેર સીટી સી ડિવિઝન પોલીસ ના પી.આઈ. વ આર. ભરવાડ તથા પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સી તથા ટેકનિકલ રિસોર્સ દ્વારા શોધખોળ તપાસ હાથ ધરતા તેઓ જે રીક્ષામાં બેઠેલા હોય તે રીક્ષા ની ઓળખ કરી તમામ સોના ચાંદીના દાગીના બેંક ની પાસબુક તથા અગત્યના ડોક્યુમેન્ટસ મૂળ માલિક ગણેશભાઈ ને સુપ્રત કરી આપવામાં આવ્યા હતા.