Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ માં મેઘ મહેર યથાવત, નીચાળ વારા વિસ્તારોમાં પાણી ભરાયા તો કેટલાય સ્થળે વૃક્ષ ધરાસાઈ ની ઘટના બની,વાવણી લાયક વરસાદ થી ધરતી પુત્રોમાં ખુશી

Share

ભરૂચ માં મેઘ મહેર યથાવત, નીચાળ વારા વિસ્તારોમાં પાણી ભરાયા તો કેટલાય સ્થળે વૃક્ષ ધરાસાઈ ની ઘટના બની,વાવણી લાયક વરસાદ થી ધરતી પુત્રોમાં ખુશી

ભરૂચ શહેર અને જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો છૅ,કાળા ડીબાંગ વાદળો ની ફોઝ વચ્ચે મેઘ સવારી આવી પહોંચતા શહેરી જનોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો,

Advertisement

સતત બે દિવસ થી વરસાદી માહોલ ના પગલે ભરૂચ શહેર ના ફાટા તળાવ, ફુરજા ચાર રસ્તા, ગાંધી બજાર ચોક સહિત ના નીચાળ વારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય જતા લોકો ને હાલાકી વેઠવા નો વારો આવ્યો હતો, તો વરસાદી માહોલ વચ્ચે કેટલાય સ્થળે વૃક્ષ ધરાસાય થવાની ઘટનાઓ પણ બનવા પામી હતી,

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો હતો,વરસેલ વરસાદના તાલુકાવાર આંકડાની વાત કરવામાં આવે તો જંબુસર માં 1 ઇંચ,આમોદ 17 મી.મી. વાગરા 2.5 ઇંચ,ભરૂચ 4 ઇંચ,ઝઘડિયા 1.5 ઇંચ,અંકલેશ્વર 2.5 ઇંચ,હાંસોટ 3 ઇંચ,વાલિયા 2 ઇંચ અને નેત્રંગ માં 1 ઇંચ વરસાદ નોંધાયો છૅ,

બીજી તરફ ચોમાસુ પાક લેતા ધરતી પુત્રોમાં વાવણી લાયક વરસાદ વરસવા ના કારણે ખુશી નો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો, જ્યાં સતત બે દિવસ થી ધીમી ધારે વરસતા વરસાદી માહોલ ખેતરો માં હરિયાળી ભર્યું માહોલ ઉત્પન્ન કર્યું હતું, જેને લઈ આ સિઝન માં પાક સફળ જશે તેવી આશ સાથે ધરતી પુત્રો એ પણ વરસાદી માહોલ ને માણ્યો હતો


Share

Related posts

રાજ્યમાં TET-1 અને TET-2 ની પરીક્ષાની તારીખની શિક્ષણ વિભાગે કરી જાહેરાત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિર સંકુલમાંથી ચંદનના વૃક્ષો કાપી લાકડાની ચોરી.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા મધર મિલ્ક બેંક તથા ડાયોગ્નોસિસ સેન્ટરનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!