ઝઘડિયાના રતનપોર પાસે આવેલ ખાડીમાં રહસ્યમય મોટી સંખ્યામાં માછલીઓના મોત
કોઈ સિલિકા પ્લાન્ટ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યો હોવાનું ગ્રામજએ આક્ષેપ કર્યો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર નજીક આવેલ ખાડીમાં આજરોજ વહેલી સવારે મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ નજરે પડી હતી. જે બાદ રતનપુરના ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ વાતની જી.પી.સી.બી ને ટેલીફોનિક જાણ કરાતા જીપીસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગ્રામજનો ના જણાવ્યા મુજબ આ ખાડી ના ઉપરના ભાગે આવેલ કેટલાક સિલિકા ના પ્લાન્ટો ઉપરથી પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યા ના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા, રતનપોરના નાગરિકોએ જણાવ્યું હતું કે આ ખાડીના પાણીમાં ગ્રામજનો દ્વારા કપડાં ધોવામાં આવે છે તેમજ પશુઓ પણ અહીંયા પાણી પીવા આવે છે જેથી કોઈ મનુષ્યને પણ નુકસાન થાય તેવી દેહસત ઊભી થઈ છે તેમજ પશુઓના જીવન સામે પણ જોખમ ઊભું થયું છે, આ પ્રદૂષિત પાણી કોના દ્વારા છોડવામાં આવ્યું છે અને શું એ પાણી પ્રદુષિત છે કે કેમ તે તપાસ બાદજ માલુમ પડશ. પરંતુ હાલ તો જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબી ને આ વાતની ટેલીફોનિક જાણ કરવામાં આવી છે તો જી.પી.સી.બીના અધિકારો દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું છે.
સતીશ વસાવા….ઝઘડીયા