Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શ્યોરિટી ઈન્શ્યોરન્સ સોલ્યુશનની રજૂઆત કરી: માળખાકીય વૃદ્ધિ માટે મજબૂત જોખમ વ્યવસ્થાપન ઉકેલ

Share

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શ્યોરિટી ઈન્શ્યોરન્સ સોલ્યુશનની રજૂઆત કરી: માળખાકીય વૃદ્ધિ માટે મજબૂત જોખમ વ્યવસ્થાપન ઉકેલ

મુંબઈ, 29 જૂન, 2024: ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે શ્યોરિટી ઈન્શ્યોરન્સ (જામીન વીમા)ની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ ઓફર ભારતના વિકસી રહેલા માળખાકીય ક્ષેત્ર માટે જોખમ ઘટાડવાના વ્યાપક ઉકેલો પ્રદાન કરવા માટે રચાયેલ છે, જે દેશના પાંચ લાખ કરોડ ડૉલરના અર્થતંત્ર બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે સંરેખિત છે.

Advertisement

જામીન વીમો લાભાર્થી (સામાન્ય રીતે સત્તા ધરાવતા અથવા ક્લાયન્ટ) માટે બાંયધરી તરીકે કાર્ય કરે છે કે મુખ્ય દેવાદાર (સામાન્ય રીતે કોન્ટ્રાક્ટર) તેમની કરારબદ્ધ જવાબદારીઓને પૂર્ણ કરશે. જો કોન્ટ્રાક્ટર શરતો અથવા કરારની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો જામીન વીમા પ્રદાતા લાભાર્થીને નાણાકીય વળતર આપશે. જામીન વીમા પ્રોડક્ટ્સ પરંપરાગત બેંક ગેરંટીની તુલનામાં ઘણા લાભો પ્રદાન કરે છે. તે અન્ય મહત્વપૂર્ણ જરૂરિયાતો માટે બેંકિંગ લાઈનો છૂટી કરે છે અને કોન્ટ્રાક્ટરોને જે અગાઉ પહોંચની બહાર હતા તેવા મોટા અને નવા પ્રોજેક્ટ્સ હાથ ધરવા સમર્ત બનાવે છે. વધુમાં, આ પ્રોડક્ટ્સ દેવાના બોજને ઘટાડવામાં મદદ કરે છે અને વધુ સારા જોખમ વ્યવસ્થાપન ઉકેલ પ્રદાન કરે છે.

“સરકાર દ્વારા માળખાકીય ક્ષેત્રને મજબૂતીથી વેગ આપવા સાથે, નાણાકીય વર્ષ 2025માં આ ક્ષેત્રને જંગી રૂ. 11.11 લાખ કરોડ અથવા જીડીપીના 3.4% ફાળવવાથી, જોખમ ઘટાડવાના મજબૂત સાધનો અનિવાર્ય બની ગયા છે,” એમ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના યુડબલ્યુ, ક્લેમ્સ, પ્રોપર્ટી અને કેઝ્યુઅલ્ટીના ચીફ ગૌરવ અરોરાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અને મેક ઇન ઇન્ડિયા જેવી દૂરંદેશી પહેલો સાથે જોડીને, અમારા જામીન વીમા પ્રોડક્ટ્સ યોગ્ય સમયે આવી રહ્યાં છે. અમે કરારોને સુરક્ષિત કરવા અને પ્રોજેક્ટ અમલીકરણને સંચાલિત કરવામાં વ્યવસાયોને જે પડકારોનો સામનો કરવો પડે છે તે સમજીએ છીએ. અમારા નવા જામીન વીમા પ્રોડક્ટ્સ તેમની જરૂરિયાતોના ઉકેલ માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન ઓફર કરે છે. શરતી અને બિનશરતી બંને વિકલ્પો પ્રદાન કરીને, અમે વ્યવસાયોને તેમની ચોક્કસ જરૂરિયાતો માટે યોગ્ય પસંદ કરવા માટે સશક્ત કરીએ છીએ.”

જામીન વીમો લઈને, વ્યવસાયો પોતાને વિશ્વસનીય અને આધારભૂત ભાગીદાર તરીકે સ્થાપિત કરી શકે છે, તેમની નાણાકીય સુગમતામાં સુધારો કરી શકે છે અને મોટા પ્રોજેક્ટ્સ માટે સ્પર્ધા કરવા અને જીતવા માટેની તકોને ખોલી શકે છે. શ્રેષ્ઠ બનવા માટેની આ પ્રતિબદ્ધતા તેમને આજના સ્પર્ધાત્મક બજારમાં સ્થાયી વૃદ્ધિ અને સફળતા માટે સ્થાન આપે છે


Share

Related posts

ભરૂચ ના ભોલાવ એસ ટી વિભાગ ખાતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ને સાથે રાખી કોંગ્રેસ યુવા પાંખ ના અગ્રણીઓ એ વિવિધ સમસ્યાઓ અને મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી.

ProudOfGujarat

પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા ચીફ ઓફિસરને અપાયુ આવેદનપત્ર

ProudOfGujarat

લીંબડી નિલકંઠ વિદ્યાલયને સ્વચ્છતા સર્વેક્ષણ 2023 એવોર્ડ પ્રાપ્ત થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!