*બુલેટ ટ્રેન વિભાગ દ્વારા આમલાખાડી માં અડચણ રૂપ માટી પુરાણ અને પાઈપો નાખી બનાવેલ નાળા ને દુર કરવાની માંગ, અવરોધ દુર નહિ થાય તો મોટી હાલાકી ની શક્યતા.*
*સ્થાનિકો અને સામાજિક સંગઠનો દ્વારા અગાઉ થયેલ ઉચ્ચસ્તરીય રજૂઆત બાદ પણ કાર્યવાહી ના થતા અસંતોષ, અને અવરોધ દુર નહિ થાય તો મોટી હાલાકી ની શક્યતા વ્યક્ત કરાઈ, નુકશાની ની જવાબદારી કોણ સ્વીકારશે?*
અંકલેશ્વર
૨૮/૦૬/૨૪
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમભાઈ પટેલે જણાવ્યું છે કે અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસે થી પસાર થતી આમલાખાડી ની કેહવાતી પ્રી-મોન્સુન ની કામગીરી પૂર્ણ થઇ છે, કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડી માં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડી માં અડચણ રૂપ ગેરકાયદેસર ના પાઈપો નાખી બનાવેલ નાળા ને અગાઉ લેખિત રજૂઆત બાદ પણ હાલ સુધી દુર કરવામાં આવ્યો નથી, તેમજ આમલાખાડી હાંસોટ બ્રીજ ના નીચે પણ બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડી માજ મોટા પ્રમાણ માં માટી પુરાણ કરવામાં આવ્યું છે જેથી પાણી નો વહન રોકાશે, અને પીરામણ ગામ અને અંકલેશ્વર શહેર માં ખાડી ઓવરફલો થવાથી પુર આવવા ની શક્યતા રહેલી છે, અને આવું થાય તો કોણ જવાબદારી સ્વીકારશે?
આ કામગીરી પ્રી-મોન્સુન કામગીરી માં થઇ જવી જોઈએ જે લેખિત રજૂઆત બાદ પણ થઈ નથી, ખાડી માં મોટા પ્રમાણ માં અડચણ રૂપ માટી, પથ્થરો અને ઘાસ નજરે દેખાય છે, જેથી કેહવાતી સરકારી પ્રિ-મોન્સુન કામગીરી સામે શંકા પેદા થાય છે