ઉપ સચિવ નાણા વિભાગ ગુજરાત સરકાર ભગવતસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં મોસાલી સહીત અન્ય શાળા ખાતે પ્રવેશોત્સવ..
વાંકલ : શાળા પ્રવેશોત્સવ ઉજવણી કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લાના માંગરોલ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળા, મોસાલી નવી નગરી, મોસાલી સરકારી હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારના નાણા વિભાગના ઉપ સચિવ ભગવતસિંહજી ગોહિલ. મામલતદાર પાર્થ જયસ્વાલ,સુડાના સંઘવી સરપંચ સવીતાબેન વસાવા ડેપ્યુટી સરપંચ બિલાલભાઈ પાંચભાયા, ગ્રામ પંચાયત સદસ્ય ચંદ્રવદન અરૂણ ભાઈ પરમાર, પ્રીતિબેન પઢીયાર, તાલુકા ભાજપ સંગઠન મંત્રી વિપુલભાઈ પરમાર, દીપ ટ્રસ્ટ ના એન.પી વઘાસિયા, દિલીપભાઈ મોદી, તૃપ્તિ બેન મૈસુરિયા, દીપકવસાવા , ભૂમિ વસાવા તેમજ ગ્રામજનોની હાજરીમાં યોજાઈ ગયો.
આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું સ્વાગત પ્રાર્થના.સ્વાગત ગીત. અને પુસ્તક આપીને કરવામાં આવેલ સ્વાગત બાદ
આ પ્રસંગે બાલવાટિકા ધોરણ 1 અને આંગણવાડીમાં પ્રવેશ પામનાર 40 જેટલા બાળકોને દફ્તર નોટબુકો.કીટ. રમકડા પુસ્તકો. ભેટ આપવામાં આવ્યા. જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ તરફથી બાળકોને,સ્કુલ બેગ કીટ આપવામાં આવેલ એક થી આઠ માં પ્રથમ આવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. સરકારી માધ્યમિક શાળા, મોસાલી ખાતે પણ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે ધોરણ 9 મા 113 બાળકો અને ધોરણ 11 માં 21 બાળકોને પ્રવેશ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે પ્રવેશ આપવામાં આવેલ તેમજ પ્રથમ બીજા અને ત્રીજા નંબરે આવનાર બાળકોને પણ, વિવિધ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા
આ ઉપ સચિવ ભગવતસિંહ ગોહિલ દ્વારા પોતાના વક્તવ્ય માં બાળકોને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધવા હાકલ કરી. અને સરકારની વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, અન્ય પરીક્ષાઓ,અને અને સરકાર ની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે. સરકાર ની તમામ યોજનાઓ અંગે સુંદર સમજ આપી હતી.દરેક બાળક એક એક વૃક્ષ વાવી તેની કાળજી લે એમ પણ જણાવેલ.ત્રણેય શાળામાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવેલ વાલીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે બદલ તેઓનો પણ આભાર માનેલ હતો ઉપસ્થિત મહેમાન શ્રીના હસ્તે ત્રણે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ સમગ્ર માંગરોળ તાલુકામાં બી આર સી હીરાભાઈ ભરવાડ તેમજ તેઓની ટીમ દ્વારા પ્રવેશોત્સવ બાબતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ હતુ.