ઝગડીયા તાલુકાના પાણેથા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો..
બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકને પ્રોત્સાહન ભેટ,મિઠાઇ આપી પ્રવેશ આપ્યો હતો…
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના પાણેથા ગામે પ્રાથમિક શાળા માં તેમજ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ- ૧ ના બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકને પ્રોત્સાહન ભેટ,મિઠાઇ આપી પ્રવેશ આપ્યો હતો. તેમજ પાણેથા ગ્રુપના સી.આર.સી. કો. ઓર્ડીનેટર દિલીપસિંહ આર. ઘરીયા લાઇઝન અધિકારી દ્વારા પણ બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકને પ્રોત્સાહન ભેટ,મિઠાઇ આપી પ્રવેશ આપ્યો હતો.તથા પાણેથા ગામના સરપંચ રાકેશભાઈ તડવી દ્વારા પણ બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકને પ્રોત્સાહન ભેટ,મિઠાઇ આપી પ્રવેશ આપ્યો હતો.તેમજ પાણેથા પાણેથા ગામના સરપંચ રાકેશભાઈ તડવી દ્વારા પણ બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકને પ્રોત્સાહન ભેટ,મિઠાઇ આપી પ્રવેશ આપ્યો હતો.તેમજ પાણેથા ગામના દર્પણભાઈ પટેલ દ્વારા પણ બાળકોને શાળામાં કંકુ તિલક કરી અને બાળકને પ્રોત્સાહન ભેટ,મિઠાઇ આપી પ્રવેશ આપ્યો હતો.આંગણવાડીના કુમાર-કન્યા કુલ -15 બાળકો, પાણેથા કુમાર શાળાના બાલવાટિકાના -17 બાળકો,ધોરણ-1 ના 17 બાળકો તેમજ કન્યા શાળાના બાલવાટિકાના-15 બાળકો અને ધોરણ-1 ના 17 બાળકોને આજરોજ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને પાણેથા ગામના દાતાઓ દ્વારા પણ બાળકોને ઉપયોગમાં આવે એવું વસ્તુ સ્વરૂપે અને રોકડ સ્વરૂપે દાન આપવામાં આવ્યું હતું.આવેલ અધિકારી કે . એમ. ચૌધરી દ્વારા બાળકોને વિશેષ ભણતર મેળવે અને આગળ વધે એવું માર્ગદર્શન આપ્યું હતું અને સરકાર તરફથી મળતી સુવિધાઓ વિશે જણાવ્યું હતું. તેમજ સી.આર.સી.કો.ઓ. દ્વારા બાળકોને શાળામાં મળતી તમામ શિષ્યવૃતિ વિશે બાળકોને વાકેફ કરવામાં આવ્યા હતા અને આગળ ભણવા માટે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ગામના સરપંચ દ્વારા પણ બાળકો શૈક્ષણિક કાર્યમાં ખૂબ આગળ વધે અને વાલીઓ દ્વારા પણ બાળકોને પુરતો સહકાર આપે એવો આગ્રહ રાખ્યો હતો.વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવનાર અધિકારી અને સી.આર.સી.કો.ઓ. તેમજ સરપંચ અનેગામના દર્પણ ભાઈ પટેલ અને શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલ અને રમેશભાઈ રોહિત તેમજ આંગણવાડી બહેનો દ્વારા જાંબુડો અને શેતૂર નું ઝાડ વાવવામાં આવ્યા હતા.શાળામાં સરકાર દ્વારા મળેલ સાહિત્ય જે ફ્લેશ બેનર દિવાલ પર લગાવવામાં આવ્યા હતા અને તેની નીચે ટેબલ પર મળેલ સાહિત્યની કીટ મુકવામાં આવી હતી. તેનું નિરીક્ષણ આવનાર અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ સી.આર.સી અને ગામના સરપંચ તેમજ ગામના લોકોએ અને બાળકોએ નિરીક્ષણ કર્યું હતું.મુખ્ય અતિથિ વિશેષ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસિત જાતિ) ભરૂચના શ્રીમતી કે. એમ. ચૌધરી હાજર રહ્યા હતા.પ્રાથમિક શાળા પાણેથા કુમારના આચાર્ય મુકેશભાઈ પટેલ અને પ્રાથમિક શાળા પાણેથા કન્યાના આચાર્ય રમેશભાઈ રોહિત તથા બંને શાળાના શિક્ષક મિત્રોએ પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામે પોત-પોતાની કામગીરી અદા કરી હતી.અંતમાં પ્રાથમિક શાળા પાણેથા કુમારના આચાર્ય મુકેશભાઈ પટેલે આવેલ સૌ મહેમાનોનો, વાલીગણ, એસએમસી સભ્યો વગેરેનો બંને શાળા વતી આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ / સતીશ વસાવા