ભરૂચના ઝાડેશ્વર રોડ પરની પુષ્પકુંજ સોસાયટી ખાતે હાઇ વોલ્ટેજ ના કારણે વીજ ઉપકરણો ફૂંકાયા લોકોમાં આક્રોશ
-શહેર માં જીઈબી તંત્ર ના ધાંધિયા સામે લોકોમાં રોષ યથાવત
-પ્રથમ કલાકો ના વીજ કાપ અને હવે હાઇ વોલ્ટેજ ની ઉઠી બૂમરાણ
-વીજ બિલ બાકી ના નાણાં લેવા દોડતું જીઈબી નું તંત્ર શું હવે લોકોને નુકશાની આપવા દોડશે..?
ભરૂચ શહેર માં વીજ કંપની ના ધાંધિયા ઓના કારણે શહેર ની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છૅ,ઉનાળા ની ઋતુ દરમ્યાન અનેક વખત વીજ કાપ ની સમસ્યા શહેરી જનો વેઠી ચુક્યા છૅ, તો હવે ચોમાસા ની ઋતુ માંડ જામતી થવા તરફ છૅ તેવામાં હવે જીઈબી દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠા માં લૉ અમે હાઇ વોલ્ટેજ ના કારણે અનેક પરિવારો ના વીજ ઉપકરણ ફૂંકાતા હોવાનું બુમ ઉઠી છૅ,
ભરૂચ શહેર ના પૂર્વ ભાગ માં ઝાડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટી ના રહીશો ને પણ કંઈક આજ પ્રકારની સમસ્યા ઓનો સામનો કરવાનો નૉબત આવી છૅ, જ્યાં સોસાયટી ના અનેક મકાનો માં વીજ પુરવઠો અવાર નવાર લૉ અને હાઇ વોલ્ટેજ થયા કરતા લોકો ના ફ્રિજ, એસી, સીસીટીવી સહિત ના વીજ ઉપકરણ ક્યાંક બગડ્યા છૅ તો કેટલાક ફૂંકાઈ ગયા હોવાના કારણે નુકશાની વેઠવાનો વારો આવ્યો છૅ,
આજ રોજ સ્થાનિક રહીશો એ ભેગા થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફ થી થઈ રહેલ આ પ્રકારની સમસ્યા ઑ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમજ લોકો ને થયેલ નુકશાની નું વળતર જીઈબી નું તંત્ર ભરપાઈ કરે તેવી પણ માંગ ઉચ્ચારી હતી,