બી. ઈ. આઈ. એલ ઈન્ફ્રાસ્ટરક્ચર લિમિટેડ દહેજ દ્વારા સી. એસ. આર અંતર્ગત દહેજ ની સરકારી કન્યા અને કુમાર શાળા માં સ્કૂલ બેગ અને એજ્યુકેશન કિટ્સ દ્વારા શિક્ષણ ને સહાય
બી. ઈ. આઈ. એલ ઈન્ફ્રાસ્ટરક્ચર લિમિટેડ દહેજ યુનિટ દ્વારા સી. એસ. આર અંતર્ગત દહેજ ની સરકારી કન્યા અને કુમાર શાળા માં સ્કૂલ બેગ અને એજ્યુકેશન કિટ્સ નું વિતરણ શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી પ્રોગ્રામ દરમ્યાન પ્રવેશ કરેલ નવા ૧૬૨ વિધાર્થીઓ ને શિક્ષણ ને પ્રોત્સાહિત કરવા શેક્ષણીક સહાય આપવામાં આવી હતી. જેમાં રોજગાર અધિકારી (બી. એસ.ગોહિલ), બી. આર . સી
કો. વાગરા ( જ્યોતિબેન. ડી.મહેતા) દહેજ ગામ ના સરપંચ (જયદીપસિંહ રણા), એસ.એમ.સી, શાળા ના આચાર્ય, પૂર્વ આચાર્ય, શાળા નો સ્ટાફ તથા બી. ઈ. આઈ. એલ કંપની ના યુનિટ હેડ ડો. મહેશ ત્રિવેદી, એચ. આર સાગર સોની, સી. એસ. આર ધ્વનીલશાહ તેમજ ગામ ના મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા.