ભરૂચ એપીએમસીના વહીવટ કરતાઓ દ્વારા વરસાદી માહોલ માં દુકાનોની દિવાલો તૂટી જવાના કારણે એપીએમસી ભરૂચના વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો, તેવામાં વહીવટદારો ની નિમણૂક કરી વેપારીઓના હિતમાં નિર્ણય લેવા માં આવે તેમ જ એપીએમસીના વહીવટ કરતાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્યપાલને સંબોધીને કિસાન વિકાસ સંઘ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ વિસ્તૃત લેખિત આવેદન પત્રમાં કિસાન વિકાસ સંઘના પ્રમુખ રસીદ ખુશાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સંસ્થા કિસાન માટે કામ કરતી સંસ્થા છે અહીં ખેડૂતો દ્વારા પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવામાં આવે છે ગુજરાત પ્રદેશમાં ભરૂચ શહેરમાં મહમદપુરા વિસ્તારમાં તાલુકાની એપીએમસી આવેલ છે આ સંસ્થા લગભગ 50 વર્ષથી વધુ સમયથી ભરૂચમાં કાર્યરત છે, આ વર્ષે સીઝનના પ્રથમ વરસાદમાં જ એપીએમસી માર્કેટમાં પ્રથમ માળે આવેલ દુકાનની દીવાલો ભારે વરસાદના કારણે તૂટી ગયેલ હોય આ દિવાલોનું કેરળ નીચે પડતા જમીન પર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ વેપારીઓ દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ હોય, ઉપરાંત અહીં કિસાનો માટે આરામ ગૃહનું નિર્માણ કરાયું છે પરંતુ આરામ ગૃહ પણ અત્યંત જર્જરીત હાલતમાં છે , સંસ્થામાં કોઈપણ પ્રકારે યોગ્ય દેખરેખ રાખવામાં આવતી ન હોય તેવા પણ આપશે આવેદનપત્રમાં કરાયા છે વર્ષો જુના રસ્તા ગટર ના પ્રશ્નોનું પણ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી, અત્રે આવતા કિસાનો માટે પીવા લાયક પાણીની પણ સગવડ કરવામાં આવેલ નથી ભરૂચ જિલ્લામાં માલ લઈને આવતા કિસાનો એપીએમસી મુખ્ય યાર્ડ હોવા છતાં, ભરૂચ એપીએમસી મહંમદપુરામાં આવેલ હોય તેને સબ યાર્ડ તરીકે ઉપયોગમાં લેવાય છે તેમ છતાં દેશો દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવેલ નથી આથી ભરૂચ એપીએમસી યાદ ના વિવિધ પ્રશ્નો બાબતે આજે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તથા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહમદપુરા વિસ્તારમાં આવેલ ભરૂચના એપીએમસી યાર્ડની સંપૂર્ણપણે કાળજી લેવામાં આવે બાંધકામની કામગીરી નબળી હોય તો તાત્કાલિક અસરથી યાર્ડની મરામતની કામગીરી તથા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ યોગ્ય તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.