બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ઈન્સ્પેકટર દ્વારા કરાયાં ફોજદારી કેસ…
તારીખોમાં હાજર ન રેહતાં રણજીત બિલ્ડકોમનાં સંચાલકો વિરૂધ્ધ વોરંટ…
અંકલેશ્વર-ભરૂચને જોડતાં ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલાં નવા બ્રિજનાં બાંધકામ દરમિયાન સુરક્ષા પ્રત્યે બેદરકારી જણાતાં મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
રણજીત બિલ્ડકોન દ્વારા ગોલ્ડન બ્રિજની સમાંતર નવો બ્રિજ બાંધવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. આટલાં મોટાં કામાં સુરક્ષાને પ્રાથમિક્તા આપવાનો કાયદો છે. પરંતુ રણજીત બિલ્ડકોનનાં માલિકો દ્વારા કામ કરતાં કર્મચારીઓની સુરક્ષાને પ્રાધ્યાન્ય અપાયું નથી. આ બાબત બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ઈન્સ્પેક્શન દરમિયાન ધ્યાને આવતાં તેમનાં દ્વારા રણજીત બિલ્ડકોન વિરૂધ્ધ કોર્ટમાં કેસ નંબર ૧૪૯૧ અને ૧૪૯૨ અંતર્ગત સુરક્ષા પરત્વે અવગણનાં બદલ ન્યાયિક પ્રક્રિયા શરૂ કરવા અપીલ કરાઈ હતી. જો કે સુરક્ષા પ્રત્યે લાપરવાહ એવાં રણજીત બિલ્ડકોનનાં માલિકોને જાણે કોર્ટની પણ પરવા ન હોય એમ તારીખોમાં હાજર રહવાનું પણ અવગણ્યું છે. જેથી હવે અંકલેશ્વર કોર્ટ રણજીત બિલ્ડકોનનાં માલિકો વિરૂધ્ધ વોરંટ કાઢવાની કડક પ્રક્રિયા હાથ ધરી છે.
નોંધનીય છે કે બ્રિજની કામગીરી શરૂ થઈ ત્યારથી જ રણજીત બિલ્ડકોન વિવાદોમાં સપડાઈ રહી છે. પહેલા તો બ્રિજ બનાવવા માટે નર્મદા નદીનું વહેણ જ રોકી પાડવાની કંપનીની કામગીરી સામે સમગ્ર જીલ્લામાં જનાક્રોશ ફરી નીકળ્યો હતો અને વ્યાપક વિરોધ થયો હતો.
આ ઉપરાંત હવે સુરક્ષાનાં મામલે પણ કંપનીનાં માલિકોની બેદરકારી કર્મચારીઓ અને કામદારો માટે જીવલેણ નીવડી શકે એવી સંભાવનાં નકારી શકાતી નથી. રણજીત બિલ્ડકોન કંપની દ્વારા હજુ પણ જો આ બાબતે લાપરવાહી દાખવશે તો કોર્ટ વધુ આકરા પગલાં લેશે એમ હાલ તો ચર્ચાઈ રહ્યું છે.