ભરૂચ પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ ના ભાગરૂપે સામાન્ય અને ગરીબ વર્ગ વ્યાજખોરોની ચુંગલ માં ના ફસાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની ઉપસ્થિતિમાં દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે સરકારી સહાય અને લોન બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર સ્વામિનારાયણ મંદિર ખાતે વ્યાજખોરિનો આતંક ડામવા માટે એક ઝુંબેશના ભાગરૂપે લોકોને સરકારી લોન કેવી રીતે મેળવી શકાય તે સહિતની વિગતો આપતો પોલીસ વિભાગ દ્વારા પ્રસંસનીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી લોકોને વ્યાજખોરો ની પાસેથી રૂપિયા ન મેળવવા તેના બદલે સરકારી લોન કે સહાય મેળવવા પોલીસ વિભાગે અપીલ કરી હતી, ઉપસ્થિત સર્વે શ્રોતાઓને પોલીસ વિભાગે સરકારી લોન મેળવવા માટે કેવી રીતે અરજી કરવી? અને કેવી રીતે લોન મેળવવી? તે સહિતની વિગતો આપી હતી, આ કાર્યક્રમમાં ભરૂચ એ ડિવિઝન ,બી ડિવિઝન , સી ડિવિઝન તથા તાલુકા પોલીસ સ્ટેશન તમામ વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો ડીવાય એસપી સી. કે. પટેલ, એ ડિવિઝન વી. યુ. ગડરીયા એસઓજી પીઆઈ એ. એ. ચૌધરી બી ડિવિઝન પીઆઇ એસ.ડી. ફુલતરીયા સી ડિવિઝન પીઆઇ એનવી ભરવાડ અને તાલુકા પોલીસ મથકના પીઆઇ પ્રકૃતિ ઝનકટ સહિત નગરપાલિકાના કલ્પના ઉપાધ્યાય તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને લોન અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.