Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિય‍ાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન ધોવાણ

Share

ઝઘડિય‍ાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન ધોવાણ

મંદિર નજીક માટી ધાસિજતા મંદિર પરિસરમાં પણ તિરાડો જોવા મળી

Advertisement

નદીની તદ્દન નજીક આવેલ મંદિરની જગ્યાનું સંરક્ષણ દિવાલના અભાવે મોટાપાયે ધોવાણ

સંરક્ષણ દિવાલ નહિ બનાવાય તો મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે. ત‍ાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક શક્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઇ રહ્યું હોવાની વિગતો સામે આવી છે. આ શક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાનું મોટાપાયે ધોવાણ થઇ રહ્યું છે. જેના કારણે મંદિર પરિસરમાં પણ તિરાડો પડી ગઈ છે ,આ સ્થળે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની જરુર છે. મંદિરના મહંતે જણાવ્યું કે વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઇ રહ્યો છે. જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી સશિવલિંગ પણ એક ઇંચ નીચે જતું રહ્યું છે આમને આમ રહેશે તો બે ચાર મહિનામાં ભારે વરસાદમાં આ અતિ પૌરાણિક મંદિર પણ જલ મગ્ન થઈ શકે છે, આમ થતા મંદિરના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી. આ સ્થળ નદીની તદ્દન નજીકમાં હોવાથી જગ્યાનું થઇ રહેલું ધોવાણ અટકાવવા નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરુર છે, વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે વારંવાર લેખિતમાં રજુઆત પણ કરવામાં આવી હતી, ત્યારે મંદિરનું થઇ રહેલું ધોવાણ અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરુરી છે, ઉલ્લેખનીય છેકે આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ચાલુ ચોમાસા પેલ્લા વરસાદ દરમિયાન પણ મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું છે. ત્યારે મંદિરનું ધોવાણ થતું અટકાવવા તાકીદે તાત્કાલિક આ સ્થળે સંરક્ષણ દિવાલ બનાવાય તે ઇચ્છનીય છે, નર્મદા તટે આવેલ જે પૌરાણિક મંદિરોની જગ્યાનું ધોવાણ થવાની સમસ્યા ઉદભવે છે ત્યાં અસરકારક આયોજનો કરીને આવા મંદિરોની જગ્યાનું ધોવાણ થતું અટકાવાય તે જરુરી છૅ


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના બીજા ત્રિમાસિકના પરિણામો : નાણાકીય વર્ષ 2024 ના પહેલા છ મસિકમાં રૂ. 124.72 અબજના જીડીપીઆઈ સાથે ઉદ્યોગ કરતાં આગળ વધી

ProudOfGujarat

ધોરણ-12 CBSE નું પરિણામ આજે જાહેર કરાશે: આ રીતે જાણી શકશો

ProudOfGujarat

કોરોના સંક્રમણ પુનઃ વધી જતા સરકારનાં આદેશ મુજબ ધોરણ ૧ થી ૯ સુધીનાં છાત્રોનું શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ થતાં સાંસરોદ શાળા સુમસાન બનવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!