કંબોલી તથા ટંકારીયા ગામમાં આશરે ત્રણેક મહિના અગાઉ ઘરફોડ ચોરીની ફરિયાદ પાલેજ પોલીસ મથકમાં નોંધાયેલ હોય, જે ફરિયાદ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર મિલકત સંબંધી ગુના શોધી કાઢવા માટે એલ.સી.બી. ની ટીમને સુચના આપવામાં આવેલ હોય.
ભરૂચ એલ.સી.બી. ની ટીમ દ્વારા ચોરી કરેલ જગ્યાએ કંબોલી તથા ટંકારીયા ખાતે સાઈટ વિઝીટ કરવામાં આવેલ હોય જે દરમિયાન ટંકારીયા ખાતે વિઝીટ કરી પોલીસને પ્રાથમિક બાબતો જાણવા સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવામાં આવેલ અને ચોરીના બનાવનો તાગ મેળવવા કોશિશ કરેલ ગુનાની ચાલુ તપાસ હોય તે દરમિયાન એલ.સી.બી. પી.એસ.આઇ. ડી. એ. તુવરને બાતમી મળેલ કે ટંકારીયામાં રહેતા જુનેદ ટીચુક તથા મુબારક ભીમ બંને કંબોલી તથા ટંકારીયા ગામની ઘર ફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાની પ્રબળ શંકા છે.
જેના આધારે બંને શંકાસ્પદ શખ્સોને એલ.સી.બી. પોલીસ મથક ખાતે બોલાવી યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વકની પૂછતાજ કરતાં બંને આરોપી જુનેદ કાપડિયા ની ટંકારીયા ગામે ક્રિકેટ સ્પોર્ટ્સની દુકાન ધરાવતો હોય સ્પોર્ટ્સના સાધનોનું કંબોલી ગામે બિલ લેવાનું બાકી હોય આથી ઉઘરાણી કરવા જતા કંબોલી ગામે એક બંધ મકાન જોયેલ આ બંધ મકાનમાં સાંજના સમયે ઘરના તમામ સભ્યો નમાજ વખતે બે કલાક ઘરની બહાર રહેતા હોય તેવું જાણવા મળેલ આથી ઘરની રેકી કરી બાજુના બંધ મકાનને ટાર્ગેટ કરી નમાજના સમય દરમિયાન બાજુના મકાનની છત પરથી જઈ દરવાજો તોડી 20 તોલા સોનુ તથા રૂપિયા 3.50 લાખ ની ચોરી કરવાની પોલીસ સમક્ષ કબુલાત આપેલ હોય,
તથા ટંકારીયા ગામે લારિયા સ્ટ્રીટમાં એક મકાન બંધ પડ્યું હોય પરિવારના તમામ સભ્યો લગ્ન પ્રસંગમાં ગયેલ હોય તે સમયે મોડી સાંજે બાજુના મકાનને ટાર્ગેટ કરી ગેલેરીમાંથી પ્રવેશ કરી મકાનનો દરવાજો તોડી ચોરી કરેલ હોય જેમાં 40 તોલા સોનું મેળવી તમામ સોનાના દાગીના ને બંગાળના એક સોની મોતી બંગાળી ને વિશ્વાસમાં લઈ સોનુ પીગળાવવા માટે આપ્યું હોય , આ સોની એ અન્ય સોનાની પેઢી ધરાવતા વ્યક્તિઓને ભરોસો અને વિશ્વાસ અપાવી સોનાની લગડી બનાવી વેચી નાખ્યું હોય, આથી પોલીસે સોની કારીગર સહિત ચાર આરોપીઓ (1)મહંમદ જુનેદ અલી કાપડિયા રહે. ટંકારીયા (2) મુબારક યાકુબ ભીમ રહે. ટંકારીયા (3)હેમત હરિલાલ કાપડિયા રહે. ભરૂચ (4) મોતી મોમીન જાન સરકાર રહે. ભરૂચ મૂળ (પશ્ચિમ બંગાળ) ને ઝડપી લઇ પોલીસે ચોરી કરેલ મુદ્દા માલ સોનાની ચેન, સોનાની વીટી, સોનાની લગડી સહિતની વિવિધ સોનાની જણાશો તથા ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ- 16- DH- 4342 આરોપીઓની અંગ જડતી દરમિયાન મળેલ રોકડ રકમ રૂપિયા 1, 25,000-/ મળી કુલ રૂપિયા 45,77,148-/ નો મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી લઇ અન્ય કોઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે? કે કેમ? અન્ય કોઈ શખ્સોની આ ચોરીના ગુનામાં સંડોવણી છે? કે કેમ? તે સહિતની વધુ તપાસ પાલેજ પોલીસ ચલાવી રહ્યા છે.