દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદી ના આહવાનથી ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો દ્વારા ગુજરાતમાં વિવિધ પ્રકારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ભરૂચમાંમાતરિયા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી ભરૂચ ના સંગઠન દ્વારા માતરિયા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે જુદા જુદા સેલમાં કામ કરતા કાર્યકર્તાઓ દ્વારા નિયમિતપણે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવશે આજરોજ ભરૂચ ખાતે યોજાયેલ કાર્યક્રમમાંથી વિગતો મળી હતી કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જણાવ્યા અનુસાર *એક વૃક્ષ મા કે નામ* આ કાર્યક્રમ અંતર્ગત ભારતના પ્રત્યેક વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે જે અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્ય માં જુદી જુદી જગ્યાઓ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંગઠન ના કાર્યકર્તાઓ બુધપ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ તથા રાષ્ટ્રીય પ્રમુખ સુધીના લોકો વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થશે આ કાર્યક્રમ અંતર્ગત સોસાયટીમાં બાગ બગીચામાં આસપાસના વિસ્તારોમાં વિવિધ પ્રકારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન વૃક્ષોનું વાવેતર રક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે જે કાર્યકર્તા વૃક્ષ વાવશે તેને સંપૂર્ણ પણે વૃક્ષનું જતન કરવાનું રહેશે જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખથી માંડી બુથ પ્રમુખ અને નાનામાં નાના કાર્યકર્તાઓ દ્વારા સઘન વૃક્ષારોપણ ઝુંબેશ તરીકે સમગ્ર દેશમાં ઉભરી આવે તેવો ઉદ્દેશ્ય રહ્યો છે, આ કાર્યક્રમ અંતર્ગત ગ્લોબલ વોર્મિંગ ની અસરોને અટકાવવા માટે વધુને વધુ વૃક્ષો વાવીએ તેઓ પણ આશય રહ્યો છે, આ કાર્યક્રમ દ્વારા સઘન વનીકરણ અને વૃક્ષારોપણ સમાજમાં ઉભરી આવે વનીકરણને વ્યાપક પ્રોત્સાહન મળે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.