Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જામનગરમાં હોમગાર્ડઝ કમાન્ડર દ્વારા યુનિફોર્મના દુરુપયોગ બદલ ત્રણ હોમગાર્ડઝ જવાનને સસ્પેન્ડ કરાયા

Share

જામનગરમાં હોમગાર્ડઝ કમાન્ડર દ્વારા યુનિફોર્મના દુરુપયોગ બદલ ત્રણ હોમગાર્ડઝ જવાનને સસ્પેન્ડ કરાયા

જામનગર

Advertisement

હોમગાર્ડઝ દળની સ્થાપના દળના જવાનોને તાલીમ, અનુસાશન, નિષ્ઠા અને સેવા કાર્યો કરવા માટે તૈયાર કરવા અસ્તિત્વમાં આવેલ છે, જ્યારે જરૂર પડે ત્યારે પોલીસની અવેજીમાં ફક્ત કાયદો અને વ્યવસ્થાની ફરજો નિભાવવાની હોય છે.

હોમગાર્ડઝ દળનો યુનિફોર્મ જ્યારે કોઈ પણ સભ્યએ ધારણ કરેલ હોય ત્યારે દરેક હોમગાર્ડઝ સભ્ય કે અધિકારી હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૪૭ ની કલમ-૯ મુજબ રાજ્ય સેવક ગણવામાં આવે છે જેથી જ્યારે પણ દળનાં આ યુનિફોર્મનો દુરૂપયોગ થાય ત્યારે તે રાજ્ય સરકારનાં સેવક તરીકે યોગ્ય ન ગણાય.આવી જ રીતે જામનગર શહેર સીટી બી, યુનિટનાં સભ્ય ઈમરાન એચ. સીપાઈગોરી દ્વારા હોમગાર્ડઝ દળનાં યુનિફોર્મ સાથે પોલીસની બેરીકેપ ધારણ કરીને પોલીસ તરીકેનો ફોટો લાગે તે પ્રકરે ઉપયોગ કરીને પોતાનાં ફેસબુક પ્રોફાઈલમાં રાખેલ તથા સીટી સી, યુનિટનાં મહીલા સભ્યએ હોમગાર્ડઝનાં યુનિફોર્મમાં એરપોર્ટ જેવાં સેન્સેટીવ વિસ્તારમાં રીલ બનાવી પોતાની સ્ટોરીમાં રાખેલ તેમજ જામજોધપુર યુનિટનાં ઈન્ચાર્જ ઓફીસર કમાન્ડીંગ યોગેશ જોષી દ્વારા પોતે પ્લાટુન કમાન્ડરની રેન્ક ધરાવતા ન હોવા છતાં પ્લાટુન કમાન્ડરની રેન્ક, ક્રોસ બેલ્ટ, પી.કેપ, મેપલ લીઝ ધારણ કરતો ફોટો પોતાના વોટ્સએપ ડીપીમાં રાખેલ જે બાબતો જિલ્લા કમાન્ડન્ટશ્રીનાં ધ્યાને આવતાં બંન્ને સભ્યો તથા અધિકારીને તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવાનો તેઓ દ્વારા હુકમ કરવામાં આવેલ છે.

વધુમાં જણાવવાનું કે જિલ્લા કમાન્ડન્ટશ્રી ગીરીશ સરવૈયા જણાવ્યું છે કે નિવૃત થઈ ગયેલા અધિકારી, સભ્યો નિવૃતિ બાદ પણ અન્ય સંસ્થાના આઈ.ડી.કાર્ડ બનાવવાં માટે દળના યુનિફોર્મ સાથેનાં ફોટાનો દુરઉપયોગ કરેલ છે જે પણ ખુબજ ગંભીર બાબત છે જેથી જેઓએ પણ નિવૃતી બાદ દળનાં ફોટાનો અન્ય સંસ્થામાં આઈડી કાર્ડ બનાવવા ઉપયોગ કરેલ છે તે તાત્કાલીક પોતાનું આઈડી કાર્ડ જે તે સંસ્થામાં જમાં કરાવીને પોતાનાં સીવીલ ડ્રેસ વાળા ફોટા સાથેનું આઈડી કાર્ડ મેળવીલે અન્યથા તેઓની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.


Share

Related posts

સુરત : ડભોલી બી.આર.ટી.એસ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ : અન્યને બચાવા જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો.

ProudOfGujarat

વાંકલ : માંગરોળના વિવિધ ગામોમાં માસ્ક વિતરણ અને કોરોના અંગે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વલસાડ શહેરમાં શાસકોના નેતાઓ તમારા પાપના ‘ ખાડા’ જોવો !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!