છૅ ને નવાઈ ની વાત,હવે બોલો પ્રજા કોને ભરોશે…? ખુદ ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા પોતાના મન ની વાત અને સરકારી તંત્ર સામે ની રજુઆત સોશિયલ મીડિયા ના સહારે કરે છૅ,
-સાહેબ ને અધિકારીઑ ગાંઠત્તા નથી…?
-લ્યો બોલો પ્રજા સાંસદ ને કહે અને સાંસદ સોશિયલ મીડિયા થકી અધિકારીઓને કહે તેવો ઘાટ….
આખા બોલા નેતા અને સતત સાત ટર્મ થી ભરૂચ ના સાંસદ એવા મનસુખભાઇ વસાવા વધુ એક વાર ચર્ચા માં આવ્યા છૅ, સામાન્ય રીતે સાંસદ સભ્ય લોકો ના પ્રશ્નો ને અને તેમના અવાઝ ને ઉઠાવવા માટે તેમજ લોકો ને સુખઃ સુવિધાઓ પૂરી પાડવા માટે બનતા હોય છૅ, પરંતુ ભરૂચ ના સાંસદ નો અવાઝ સોશિયલ મીડિયા થકી ઉઠતો થયો છૅ,
લોકો સાંસદ ને રજુઆત કરે કે કંઈક કામ વહેલું થાય અને સમસ્યા ઓનું નિરાકરણ વહેલું આવે પરંતુ મનસુખ લાલ ને લોકો ના કામ કરાવવા માં પણ રાજકારણ વચ્ચે લાવવું પડતું હોય તેવી સ્થિતિ ખુદ તેઓ ની જ પોસ્ટ પરથી કહી શકાય તેમ છૅ,જેમાં સરકારી વહીવટી તંત્ર નું ધ્યાન દોરવા મનસુખભાઇ પાસે ખુલ્લેઆમ સોશિયલ મીડિયા માં જ પોસ્ટ મુકવા સિવાય કોઇ વિકલ્પ નથી તેવી બાબતો ચર્ચાનું કેન્દ્ર બની છૅ,
એક સાંસદ સભ્ય તરીકે જ્યાં એક ફોન કોલ પર પ્રજા ની સમસ્યા નું નિરાકરણ આવવું જોઈએ ત્યાં તો ભરૂચ ના સાંસદ જાણે કે તેઓની વાત અધિકારીઓ માનતા જ ણ હોય તેવી પોસ્ટ કરી રહ્યા છૅ અને સોશિયલ મીડિયા થકી અધિકારી ઓને આદેશ આપવા મજબુર બન્યા છૅ,
વાત કંઈક આમ છૅ કે ડેડીયાપાડા ના મોરજરી, બગલા ખાડી ના રસ્તાનું ધોવાણ છેલ્લા કેટલાક સમય થી થયું છૅ, જેને પગલે સ્થાનિક લોકો ને આ સ્થળે થી અવર જ્વર કરવા માટે ખુબ સમસ્યા ઓનો સામનો કરવો પડતો હોવાનું કહેવાય રહ્યું છૅ,
સાંસદ મનસુખ વસાવા એ સોશિયલ મીડિયા માં એક પોસ્ટ મૂકી લખ્યું છૅ કે રસ્તા ના ધોવાણ ના કારણે નલ સે જલ યોજના અંતર્ગત નાંખવા માં આવેલ પાણીની પાઇપ લાઈન ટુટી ગયેલ હોવાથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો ને ખુબ મુશ્કેલી ઑ પડી રહી છૅ, જેને પગલે સંબંધિત અધિકારીઓ જલ્દી આ સમસ્યા નું નિકાલ લાવે તેવી માંગ તેઓએ કરી હતી,