Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભારતીય કંપનીઓ વધુ સારા રિસ્ક હેન્ડલિંગ સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરી આગળ વધે છે: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023

Share

ભારતીય કંપનીઓ વધુ સારા રિસ્ક હેન્ડલિંગ સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરી આગળ વધે છે: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023

વૈશ્વિક પડકારો હોવા છતાં, ભારતીય કોર્પોરેટ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ (CIRI) 2023ની ચોથી આવૃત્તિમાં મજબૂત રિસ્ક મેનેજમેન્ટ અને વ્યૂહાત્મક પ્રગતિ દર્શાવે છે

Advertisement

મુંબઈ, 25 જૂન, 2024 – વૈશ્વિક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં અને અમુક ક્ષેત્રોમાં જોખમમાં વધારો થયો હોવા છતાં, ભારતીય સાહસોએ સ્થિતિસ્થાપકતા અને વ્યૂહાત્મક પ્રગતિ દર્શાવી છે, જેના કારણે રિસ્ક મેનેજમેન્ટ સ્કોર્સમાં સુધારો થયો છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા ફ્રોસ્ટ અને સુલિવાનના સહયોગથી હાથ ધરવામાં આવેલ પ્રોપરાઇટરી સ્ટડી એવી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ (સીઆઈઆરઆઈ) 2023ની ચોથી એડિશનમાં રિસ્ક ઇન્ડેક્સ સ્કોર વર્ષ 2022માં 63 હતો જે વધીને 2023માં 64 સુધી થયેલો દર્શાવે છે. ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભારતીય કોર્પોરેટ જગત માટે તેના પ્રકારનાં પ્રથમ જોખમ સૂચકાંકો બનાવવા અને સંસ્થાઓને ઈન્ડિયા રિસ્ક મેનેજમેન્ટ એવોર્ડ્સ (આઈઆરએમએ) દ્વારા તેમની રિસ્ક ગવર્નન્સ પ્રેક્ટિસીસ માટે માન્યતા આપવાનું ચાલુ રાખે છે.

સીઆઈઆરઆઈ 2023માં છ વ્યાપક પરિમાણોમાં 32 રિસ્ક એલિમેન્ટ્સનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક રિસ્ક મેનેજમેન્ટ બેસ્ટ પ્રેક્ટિસીસ પર ધ્યાન દોરે છે. અમારું અનોખું સ્કેલ કંપનીઓને વ્યક્તિગત રીતે જે જોખમોનો સામનો કરવો પડે છે તેના શ્રેષ્ઠ સંચાલનને ઓળખે છે, જેનાથી તેઓ વધારે રોકાણ કર્યા વિના અસરકારક પ્રથાઓ અપનાવવામાં સક્ષમ બને છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ખાતે કોર્પોરેટ સોલ્યુશન્સ ગ્રૂપના ચીફ સંદીપ ગોરાડિયાએ સર્વેના તારણો પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023 બિઝનેસને જોખમનું મૂલ્યાંકન કરવા અને વ્યૂહાત્મક રીતે આગળ વધવા માટે સક્ષમ બનાવે છે. આ ઇન્ડેક્સ એ ભારતીય કોર્પોરેટસ દ્વારા અપનાવવામાં આવેલી કાર્યક્ષમ રિસ્ક મેનેજમેન્ટ પદ્ધતિઓનું પ્રમાણ છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, કંપનીઓએ બધાથી આગળ રહેવું જોઈએ અને વ્યાપક તથા સક્ષમ રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ અપનાવવી જોઈએ. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ગ્રાહકોને પ્રોપર્ટી અને એન્જિનિયરિંગ લોસ પ્રિવેન્શન, વ્યાપક રિસ્ક એસેસમેન્ટ અને સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ જેવી યોગ્ય સર્વિસીઝ સાથે રિસ્ક મેનેજ કરવામાં મદદ કરે છે. આ સર્વિસીઝ જોખમનો સર્વગ્રાહી દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે, જે ગ્રાહકોને લાંબા ગાળાની સ્થિરતા અને વૃદ્ધિ માટે કાર્યકારી સ્થિતિસ્થાપકતા વધારવા સક્ષમ બનાવે છે.

વધતો જોખમ સૂચકાંક ભારતીય કંપનીઓમાં વધુ સારું રિસ્ક મેનેજમેન્ટ સૂચવે છે

Key Factors Comparison

2023

2022

Corporate India Risk Index

64

63

Corporate India Risk Management

67

66

Corporate India Risk Exposure

64

64

2023 રિસ્ક ઇન્ડેક્સ ‘સુપિરિયર’ અથવા ‘ઓપ્ટિમલ રિસ્ક હેન્ડલિંગ’માં તમામ 20 ક્ષેત્રો દર્શાવે છે, જેમાં ટેલિકોમ અને કમ્યૂનિકેશન, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર ડિલિવરી, ઓટોમોટિવ અને એન્સિલિયરી, ઉત્પાદન, એફએમસીજી, મીડિયા અને ગેમિંગ, ન્યૂ એજ અને સ્ટાર્ટ અપ્સ તથા ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સહિત ‘સુપિરિયર’ હેન્ડલિંગ દર્શાવતા નવ ક્ષેત્રો છે. બીએફએસઆઈ સેક્ટરે સાયબર સુરક્ષા પગલાંમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે પરંતુ વૈશ્વિક આર્થિક અસ્થિરતા માટે તે સંવેદનશીલ રહ્યું છે.

ઉત્પાદન, ધાતુ અને ખાણકામ અને ન્યૂ એજ ક્ષેત્રોએ તેમના જોખમ સૂચકાંકમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. જો કે, એફએમસીજી અને બાયોટેક અને લાઇફસાયન્સ સેક્ટરોએ ગતિશીલ ઉપભોક્તા માંગણીઓ અને ભૌગોલિક રાજકીય ઘટનાઓને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે તેમના જોખમ સૂચકાંકમાં થોડો ઘટાડો થયો હતો.

ફ્રોસ્ટ એન્ડ સુલિવાનના ગ્લોબલ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ પાર્ટનર અરૂપ ઝુત્સીએ ભારતીય કંપનીઓની સુધારેલી રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસની પ્રશંસા કરતા, જણાવ્યું હતું કે, “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ રિસ્ક ઈન્ડેક્સ કોર્પોરેટ્સના વ્યૂહાત્મક રિસ્ક મેનેજમેન્ટને માપવા માટેનું એક નિશ્ચિત સાધન છે. સમગ્ર દેશ માટે જોખમ સૂચકાંકના સ્કોરમાં સતત સુધારો અને ઓપ્ટિમલ રિસ્ક ઇન્ડેક્સ કેટેગરીની નીચે કોઈ ક્ષેત્રો નથી તે હકીકતને જોતાં તે ભારતીય કોર્પોરેટ માટે ખૂબ જ સકારાત્મક દ્રષ્ટિકોણ દર્શાવે છે. ખૂબ જ ડાયનેમિક વ્યાપારી વાતાવરણમાં, ભારતમાં અને વૈશ્વિક સ્તરે, ભારતીય કોર્પોરેટ્સ તેઓ જે જોખમોનો સામનો કરી રહ્યા છે તેને અસરકારક રીતે મેનેજ કરવા માટે સ્પષ્ટ કુશળતા વિકસાવી રહ્યા છે તે જોઈને આનંદ થાય છે.”

“મેક ઈન ઈન્ડિયા”, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ અને ટકાઉ એનર્જી મેનેજમેન્ટને પ્રોત્સાહન જેવી સરકારી પહેલોએ ક્ષેત્રની સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તમામ ક્ષેત્રોમાં ચાલી રહેલા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એઆઈ ઇન્ટિગ્રેશનથી ઓપરેશનલ કાર્યક્ષમતા અને રિસ્ક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસમાં વધારો થયો છે.

રિપોર્ટમાં કોવિડ-19 રોગચાળા દ્વારા સંચાલિત ટેલિમેડિસિન, ઓનલાઈન બેંકિંગ અને રિમોટ વર્ક સોલ્યુશન્સનો વ્યાપકપણે સ્વીકાર કરવામાં આવ્યો છે. રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો, ઇકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસ અને પ્રિસિઝન ફાર્મિંગ ટેક્નિક્સમાં નોંધપાત્ર રોકાણ સાથે ક્ષેત્રોએ ટકાઉપણા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023ના તારણો સક્રિય રિસ્ક મેનેજમેન્ટ અને વ્યૂહાત્મક પ્રગતિના મહત્વ પર ભાર મૂકે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ભારતીય સાહસોને તેમની સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વૃદ્ધિ તરફના પ્રવાસમાં સમર્થન આપવા માટે સમર્પિત છે.


Share

Related posts

ભરૂચ નગરપાલિકાની આગેવાનીમાં વોર્ડમાં ચુંટાયેલા સભ્યોના શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઇ

ProudOfGujarat

વૃંદાવનમાં મુસ્લિમ કારીગરોએ બનાવેલા ભગવાન જગન્નાથના વાઘા સુરત પહોંચ્યા.

ProudOfGujarat

હરિધામ સોખડા મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે? આ નામ છે ચર્ચામાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!