સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈશ્વિક ફલક પર કાર્ય કરતી સંસ્થા છે આ સંસ્થા નું પોતાનું બંધારણ છે જેમાં સંસ્થા સાથે જોડાયેલા પારષદો ભાઈઓ બહેનો સંતો વગેરે માટે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ તાજેતરમાં અનેક સ્વામિનારાયણ સંપ્રદાય વિશે સાધુઓ દ્વારા યુવક અને યુવતીઓ નો દુરુપયોગ થતો હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, આથી આજે સ્વામિનારાયણ સંપ્રદાય અનેક પ્રકારે લોકો તેને શંકા ની નજરથી જોઈ રહ્યા હોય, આથી આજે ભરૂચમાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિશે યુવક યુવતીઓના શોષણના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે પરંતુ ખરા અર્થમાં સ્વામિનારાયણ સંપ્રદાય પોતાનું સુવ્યવસ્થિત બંધારણ ધરાવે છે.
જેમાં નિયમો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ સ્ત્રીઓ સામે બોલવું નહીં સ્ત્રીઓ સામે જોવું નહીં સ્ત્રીઓના વસ્ત્રો અ અડવા નહીં તેમજ ગૃહસ્થિઓ માટે પણ આ પ્રકારના અનેક નિયમોનું ઘડતર કરવામાં આવ્યું છે, તેમ છતાં તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ચરિત્રહીન હોય તથા યુવતીઓનું શોષણ કરતા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવતા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી છે, ઉપરાંત એવું જણાવવામાં આવ્યું છે કે અહીં પાર્ષદ કે સાધુ તરીકે દીક્ષા લેનાર પાસે કરાર કરવામાં આવે છે પરંતુ સગીર વયની વ્યક્તિ કરાર કરી શકવા માટે કાયદાકીય બાબતોમાં સક્ષમ ગણવામાં આવતી નથી આથી સંપ્રદાયમાં આ પ્રકારના હવસખોર સાધુઓ દ્વારા શિક્ષા અને ગુરુકુળ માં સંસ્કાર આપવાના બદલે આવનાર દીક્ષા લેનાર ને પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે આ તમામ બાબતો વિષયક વિસ્તૃત આવેદનપત્ર લેખિત સ્વરૂપે આજે ભરૂચમાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા પાઠવવામાં આવ્યું છે જે આવેદનપત્રમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે, આવેદનપત્રમાં જણાવ્યું છે કે સમગ્ર સંપ્રદાયની આ પ્રકારના કૃતયો થી લાગણી દુભાય છે, ખરા અર્થમાં સ્વામિનારાયણ ધર્મના સિદ્ધાંતો ભૂખ્યાનો જઠરાગની ઠારવો તથા પરોપકારી કાર્યો કરવાનો રહ્યો છે તો આ તકે હિત રક્ષક સમિતિ દ્વારા ધર્મના વડાઓ દ્વારા કરવામાં આવતા દુષ્કૃત્ય પર રોક લગાવવામાં આવે તેમજ સંપ્રદાયની લાગણી દુભાય છે તો કડકમાં કડક કાયદાકીય કામગીરી કરવામાં આવે તેમ માંગણી કરી છે.