સરકાર દ્વારા પ્રવેશોત્સવના તાઈફા બંધ કરી શૈક્ષણિક સુધાર પર ધ્યાન આપવા રજૂઆત કરતી આમ આદમી પાર્ટી
ભરૂચમાં સરકારી શાળાઓની કથડથી સ્ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોની સરકારી ધારા ધોરણે મુજબ ભરતી ન થતી હોય તેમ જ શૈક્ષણિક સ્તર પણ સરકારી શાળાઓનું અત્યંત નીચું જતું જાય છે તે સહિતની બાબતે સ્ફોટક વિગતો રજૂ કરતું આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકારને સંબોધીને શિક્ષણ વિભાગ સમક્ષ એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે જેમાં લાખો રૂપિયા નો વ્યય થાય છે એક તરફ શિક્ષણ સુધાર અને શાળા પ્રવેશોત્સવ ના તાઈફા કરવામાં આવે છે તો બીજી તરફ ગુજરાતમાં સરકારી શાળાઓમાં જોઈએ તેવું શૈક્ષણિક સ્તર રહ્યું નથી, ગુજરાતની 1606 શાળાઓમાં શિક્ષકોની અત્યંત ઘટ્ટ હોય તેવી પરિસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ જેવા તાઈખાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે ઉપરાંત 16, 652 શાળાઓમાં ઓરડાની ઘટ છે એક જ વર્ગખંડમાં વિવિધ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરતા હોય છે, 38000 સરકારી શાળાઓમાંથી 5612 જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવેલ છે, વર્ષ 2023 માં 11 જેટલી સરકારી શાળાઓને મંજૂર કરાય છે તો બીજી તરફ 526 ખાનગી શાળાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે, આ સહિતની અનેક સ્ફોટક વિગતો સાથે આમ આદમી પાર્ટીએ ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકે પણ ભરતી કરાતી નથી વર્ષ 2023માં અત્યંત જુજ પ્રમાણમાં વિદ્યા સહાયકોની ભરતી કરાઈ હતી ઉપરાંત આજે પણ 3.83 લાખથી વધુ ઉમેદવારો શિક્ષણ બનવાની યોગ્યતા ધરાવતા હોય તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં સરકારી શાળાઓમાં શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી, આવી અનેક પ્રકારની ત્રુટીઓ ગુજરાત સરકાર ની સરકારી શાળાઓમાં આંખમાં ઊડીને વળગે તેવી છે આથી અત્રે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમ જ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ અન્ય તમામ ત્રુટીઓ પણ પૂર્ણ થાય તેવી માંગણી છે.