ભરૂચ મહિલા કોન્સ્ટેબલને સાસરિયાઓએ માર મારી દહેજ પેટે લાખો રૂપિયા પડાવ્યા
મહિલા કોન્સ્ટેબલ દ્વારા પોલીસ ફરિયાદ આપી જણાવ્યું છૅ કે સાસરિયા ઑ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે આ ઉપરાંત સાસરીયાઓ દ્વારા રૂપિયા 1.89 લાખ સહિત લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યા છૅ
ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ
મહિલા કોન્સ્ટેબલ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે આ ઉપરાંત સાસરીયાઓ દ્વારા રૂપિયા 1.89 લાખ સહિત લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યા છૅ
ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને પતિ તેમજ સાસરિયાઓએ માર મારી દહેજ પેટે લાખો રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકા પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવનાબહેને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવનાબહેનના લગ્ન વર્ષ 2021માં જૂનાગઢના અલીધ્રા ગામના દેવાંગ મેવાડા સાથે થયા હતા.
બાદમાં દેવાંગ પણ ભરૂચ ખાતે ભાવના બહેન સાથે રહેતો હતો જો કે બાદમાં તેમના પતિ અને સાસુ બહેન દ્વારા તેમને દહેજની માંગણી કરી મારવામાં આવે છે તેમજ સાસરીયાઓ દ્વારા તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે આ ઉપરાંત સાસરીયાઓ દ્વારા રૂપિયા 1.89 લાખ સહિત લાખો રૂપિયાની રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યા છે. આ અંગે ભરૂચ શહેર બે ડિવિઝન પોલીસે પતિ- સાસુ સહિત કુલ 11 લોકો સામે દહેજ પ્રતિબંધિત ધારાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે