વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર, પાનોલીના પ્રદુષણ માં વધારો જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ કામગીરી હાથ ધરાઈ
-વરસાદી માહોલ નો લાભ લઈ બેજવાબદાર ઔધોગિક એકમો પર્યાવરણ ને નુકશાન થાય તેવા કૃત્ય કરતા હોય છૅ
-આખરે પર્યાવરણ ના દુશમન ક્યારે સુધરશે..?
ઔધોગિક એકમો થી ભરપૂર ભરૂચ જિલ્લા માં છાશવારે પ્રદુષણ નું પ્રમાણ વધતું જોવા મળતું હોય છૅ, આસપાસ માં વાયુ પ્રદુષણ, જળ પ્રદુષણ ની માત્ર જીઆઈડીસી વિસ્તારોના કારણે કથડતી હોય છૅ,ત્યારે ભરૂચ જિલ્લા માં ચોમાસા ની ઋતુ નું પ્રથમ વરસાદ વરસ્યો છૅ અને અંકલેશ્વર, પાનોલી વિસ્તાર માં પ્રદુષણ માફિયા બેફામ બન્યા હોવાની બુમરાણ ઉઠી છૅ,
અંકલેશ્વર અને પાનોલી આસપાસ આવેલ ઔધોગિક એકમો પાસે થી પસાર થતી કાંસ માં કેમિકલ યુક્ત જળ વહેતું હોવાની ફરિયાદો ઉઠતા આખરે જીપીસીબી નું તંત્ર એક્શન માં આવ્યું હતું તેમજ કેટલાક સ્થળે દોડી જઈ જળ ના નમૂના લઈ આગળ ની કાર્યવાહી શરૂ કરી હતી,
મહત્વ નું છૅ કે ભૂતકાળ માં પણ વરસાદી માહોલ ની તક નો લાભ લઈ પ્રદુષણ માફિયાઓ અને બે જવાબદાર ઉધોગો એ બિન્દાસ પ્રદુષણ ફેલાવવા ના કર્ત્યું કર્યા હતા જેને પગલે કેટલાક સામે જીપીસીબી એ લાલ આંખ કરી ક્લોઝર નોટિસો પણ પાઠવી હતી,
ત્યારે વર્તમાન ચોમાસા ની ઋતુ દરમ્યાન પણ ભૂતકાળ ની જેમ સ્થિતિ નું સર્જન થાય પહેલા જ જીપીસીબી નું તંત્ર એલર્ટ બન્યું હતું અને જેમ જેમ ફરિયાદો સામે આવતી ગઈ તેમ તેમ સેમ્પલ લઈ આગળ ની કાર્યવાહી હાથધરી છૅ