Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન*

Share

*૨૩ જુન રવિવાર- પલ્સ પોલીયો રસીકરણ અભિયાન*

*જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન*

Advertisement

*૨૭૨ આરોગ્ય ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ૩૩,૨૪૯ બાળકોને પોલિયોની રસી આપવાનું આયોજન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ 5 વર્ષ સુધીના તમામ બાળકોને ઓરલ પોલિયો રસી(OPV)ના બે ડોઝ આપવામાં આવે છે.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.નુપુર પ્રસાદ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ૨૩ જૂન રવિવારના રોજ આપના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોના રોગથી સુરક્ષિત કરવા માટે પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવવા. જામનગર ગ્રામ્ય વિસ્તારના તેમજ વાડી વિસ્તાર નજીકના લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે લોકોએ બુથ પર જઈ પોતાના બાળકોને પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવવા.

૨૩ જુન ૨૦૨૪ના રોજ પ્લસ પોલીયો NID રાઉન્ડ અંતર્ગત જામનગર ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૦૫ ગામોના અંદાજીત ૬૪,૦૭૭ જેટલા ઘરો અને કુલ ૩૩,૨૪૯ જેટલા બાળકોને પોલીયોના ટીપા પીવડાવાનો લક્ષ્યાંક છે. જામનગર ગ્રામ્યના ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ૩ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ૧ અર્બન સેન્ટરની કુલ ૨૭૨ આરોગ્ય ટીમના ૫૩૩ જેટલા આરોગ્ય કર્મચારી , આશા કાર્યકર દ્વારા રસીકરણ કરવામાં આવશે. તેમજ ૧૧૮ મોબાઈલ વાન ટીમ દ્વારા વાડી વિસ્તાર, માઈગ્રેડ વિસ્તાર, સ્લમ વિસ્તારમાં જઈ માઇક પ્રચાર કરી કામગીરી કરાશે. તેમજ ૫ ટ્રાન્ઝિટ ટીમ જેનું કામ ગુજરી બજાર, શાકમાર્કેટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો વગેરે જગ્યાએ માઇક પ્રચાર પ્રસાર કરી કામગીરી કરશે. જેમાં ૨૩૨ જેટલા બુથ અને ૩૨ જેટલા બુથ સુપરવાઈઝર દ્વારા બુથ પર પોલીયો કામગીરી કરશે. અને ૨૪ – ૨૫ જુન ૨૦૨૪ના રોજ બાકી રહેતા બાળકો ને ઘરે ઘરે જઈ પોલીયોના ટીપા પીવડાવામાં આવશે.

આ અંગે જામનગર ગ્રામ્ય તાલુકા મામલતદારશ્રી બી.એમ.દવેના અધ્યક્ષ સ્થાને IPPI કો-ઓર્ડીનેશનની તાલુકા કક્ષાની મીટીંગ યોજાઈ હતી. જેમાં જામનગર તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.જીગ્નેશ પટેલ તેમજ જામનગરના ૮ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર હાજર રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વરમાં પડી રહેલ વરસાદ વચ્ચે લાભ ઉઠાવતા ઉદ્યોગો નજરે પડયા.!!

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુરના રંગલી ચોકડી ખાતે કોલેજના નવા વિદ્યાર્થીઓને આવકારવાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગાંધીનગર-રાજયમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ – કચ્છના અંજાર અને ગાંધીધામમાં 4 ઈંચ નોંધાયો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!