મધ્યપ્રદેશના સતના જેલ અધિક્ષક દ્વારા ફરાર કેદી પકડવામાં મદદરૂપ થનાર ઝઘડિયા જીઆઇડીસી પોલીસનું સન્માન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટાફનું મધ્યપ્રદેશના સતના જેલ અધિક્ષક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશની સતના જેલ ખાતે આજીવન સજા ભોગવતા અને પેરોલ પર છુટેલ કેદી ફરાર થઇ ગયેલ હતો.મધ્યપ્રદેશના ગહલોદપુરવા થાના, અજયગઢ, જિ.પન્નાનો રહીશ સુરેશ મંગલ નાઇ નામનો ૫૫ વર્ષીય ઇસમ સતના જેલમાં આજીવન સજા ભોગવતો હતો,આ કેદીને પેરોલ પર છોડવામાં આવેલ,પરંતું તે નિર્ધારિત સમયે જેલમાં ફરી હાજર નહિ થતા ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ સદર ઇસમ ઝઘડિયા તાલુકાના દધેડા ગામે હોવાની જાણ થતા મધ્યપ્રદેશ જેલ સત્તાધીશો અને પોલીસ વિભાગ દ્વારા સદર ફરાર કેદીને ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટાફની મદદથી ઝડપી લેવાયો હતો અને ફરી પાછો જેલમાં લઇ જવાયો હતો.આ સંદર્ભે સતના જેલ અધિક્ષક દ્વારા મધ્યપ્રદેશ જેલ સત્તાધીશો અને પોલીસ વિભાગ સહિત ઝઘડિયા જીઆઇડીસી પોલીસ સ્ટાફને જેતે સ્થળ બેઠા પુરસ્કૃત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝઘડિયા જીઆઇડીસી પીએસઆઇ પી.કે.રાઠોડ તેમજ જીઆઇડીસી પોલીસ સ્ટાફ હરેશભાઇ,વિક્રમભાઇ,મંગુભાઇ,જૈમિનભાઇ અને મુકેશભાઇને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા