ભરૂચ ના કોટ પારસી વિસ્તારમાં આર. એસ. દલાલ હાઈ સ્કુલ પાછળ મકાન માલિક ઈકબાલ ગુલામ કાદર આસોદવાલા દ્વારા જાહેર માર્ગ પર દબાણ કરવામાં આવતા આર.ટી.આઇ. એક્ટિવેસ્ટ રાજેશ પંડિત દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચમાં કોટ પાસે વિસ્તારમાં આર.એસ. દલાલ હાઈસ્કૂલની પાછળના ભાગમાં ઈકબાલ આમોદવાલા તથા મહંમદ આમોદવાલા દ્વારા જાહેર અને રાહદારીઓને અવરજવર કરવાના માર્ગ પર દબાણ કરવામાં આવ્યું હોય, તથા મકાનની ચારે બાજુ દબાણ કરી આ વિસ્તારમાં સ્થાનિક રહીશોને આવા- ગમન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અહીં સમગ્ર માર્ગ દબાણના કારણે રસ્તો બંધ હોય અહીંના રહેવાસીઓ ને આ રસ્તો બંધ હોવાના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે, અહીં સમગ્ર માર્ગ દબાણના કારણે બંધ હોય રહેવાસીઓને ભારે પરેશાની વેઠવી પડે છે , જાહેરમાં દબાણ વિશે સ્થાનિક સત્તા મંડળ ભરૂચ નગરપાલિકા તેમજ બૌડા ના અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ માર્ગને દબાણ મુક્ત કરવામાં આવ્યો ન હોય અમારી આપને રજૂઆત છે કે આ માર્ગને તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરી ગેરકાયદેસર રીતે કરેલ દબાણ દૂર કરવામાં આવે અને માર્ગને ખુલ્લો મુકવામાં આવે તેવી માંગણી છે.