ભરૂચ શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એસ. ઓ.જી. ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચેક રિટર્ન ની ફરિયાદમાં નાસતા ફરતા આરોપી ને ભરૂચ એસ. ઓ.જી. પોલીસે રાધે કૃષ્ણ રેસીડેન્સી ચાવજ ખાતેથી ઝડપી પાડ્યો છે.
ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એસ. ઓ. જી. પોલીસને સૂચન આપવામાં આવ્યું હોય જેના આધારે છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં નોંધાયેલ ગુના અનુસાર નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ક. 138 ચેક રિટર્નની ફરિયાદમાં શંકર ભાનુદાસ દેવરે રાધાકૃષ્ણ રેસીડેન્સી ચાવજ જીલ્લો ભરૂચ ખાતે રહેતો આરોપી રૂપિયા 19,000 પરત કરતા ચેક રીટર્ન ની ફરિયાદ થયેલ હોય જે રકમ ભરવાની બાકી હોય કોર્ટ દ્વારા તેમને 6 મહિનાની સાદી કેદની સજા કરવામાં આવેલ હોય જે આરોપી છેલ્લા ત્રણ વર્ષથી સતત નાસતો ફરતો હોય આરોપી પોતાના ઘેર આવ્યો હોય તે બાબતની એસ.ઓ.જી પોલીસને બાતમી મળતા એસોજીની ટીમે તેના ઘરે તપાસ કરતાં આરોપી શંકર ભાનુદાસ દેવરે ઘર પર મળી આવેલ હોય આથી પોલીસે તેની ધરપકડ કરી જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.