Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારના ૧૧ જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠા ના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યુ

Share

ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારના ૧૧ જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠા ના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યુ

નિયમિત સમારકામ નહીં થતું હોવાના કારણે વારંવાર વીજળી ડૂલ થઈ જાય છે અને લોકોને તથા મુંગા પશુઓને પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે

Advertisement

ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરી ના કાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલત સુધી ઝઘડિયાથી લઈ ધારોલી પડવાણિયા સુધી સબ સ્ટેશન તથા ફીડરો કાર્યરત છે, ઝઘડિયા કચેરી ની બેદરકારીના કારણે તમામ સબ સ્ટેશન તથા ફીડરો ની સમયસર મરામત નહીં થતી હોવાના કારણે વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે જેના પગલે આજરોજ ઝઘડિયા તાલુકાના ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા આંબોસ, શિયાલી, વાસણા, પડાલ, નવાગામ, મોરતલાવ, બોરજાઇ દરિયા, કડિયા ડુંગર જેટલા ફીડરો માં જ્યોતિગ્રામ યોજનાના રહેણાંક વિસ્તારની વીજ લાઈનના ગ્રાહકો આજરોજ ઝઘડિયા વીજ કંપની ની કચેરી ખાતે આવ્યા હતા અને નાયબ એન્જિનિયરને ઉગ્ર રજૂઆત કરી હતી, આ બાબતે ધારોલીના દિલીપ વસાવા એ જણાવ્યું હતું કે જ્યારથી આ વીજ લાઈનો આ વિસ્તારમાં નખાય છે ત્યારથી ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા ૧૦ થી વધુ ફીડરો પર સમયસર સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે અવારનવાર સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે, ફરિયાદ કર્યા બાદ પણ કોઈ તેનું સમારકામ કરવા આવતું નથી જેથી સામાન્ય ફોલ્ટમાં પણ કલાકો સુધી વીજ પ્રવાહ યથાવત થતો નથી, તેમણે માંગણી કરી હતી કે ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા તમામ ફીડરો નો સમયસર સમારકામ થાય અને વીજ પ્રવાહ રેગ્યુલર મળતો રહે જો આવનારા દસ દિવસમાં આનું કોઈ નિરાકરણ નહિ આવે તો અમે સરકાર સુધી આની રજૂઆત કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા


Share

Related posts

તાપી જિલ્લાના વ્યારા ખાતે ડૉ.બાબાસાહેબને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલ દ્વારા સ્વચ્છતા અભિયાન, સામાજિક કાર્યકર અને સાહિત્યકારોનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

અમરેલી જીલ્લામાં હોમગાર્ડ સ્થાપના દિવસની જીલ્લાના ૧૮ યુનિટ દ્વારા ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!