ભરૂચ જિલ્લામાં આસપાસના વિસ્તારોમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા આગામી દિવસોમાં તહેવારો નજીકમાં હોય જેને ધ્યાનમાં લઈને જુગાર સહિતની પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓ અટકાવવા માટે સૂચન આપેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી ના આધારે એલસીબી પોલીસે વરલી મટકા ના જુગારના એક આરોપીને ઝડપી લઇ અન્ય એક ફરાર ની શોધખોળ હાથ ધરેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે ભરૂચ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને અટકાવવા માટે જંબુસર ખાતે પોલીસ ને બાતમી મળેલ કે એક્સપ્રેસ હોટલ પાસે શખ્સ વરલી મટકાનો નો જુગાર રમી રમાડતો હોય જે બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ પાડતા મહેબૂબ ગુલામ રસુલ ને ઉંમર વર્ષ 45 રહેઠાણ જંબુસર એક્સપ્રેસ હોટલ પાસે થી ઝડપી પાડ્યો છે, જે પોતાના મોબાઈલ પર ગ્રાહકોના આંકડા લખેલ ચિઠ્ઠી ના ફોટા પાડી વરલી મટકાનો આંકડાનો રૂપિયા વડે હરજીત નો જુગાર રમે રમાડતો હોય એલસીબી ની ટીમે પોલીસ રેડ પાડી તે દરમિયાન અંગ જડતી ના રૂપિયા 15, 650 તથા મોબાઈલ સ્ક્રીનશોટ મળી કુલ રૂપિયા 20, 650-/ નો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે તેમજ પોલીસ રેડ દરમિયાન અન્ય એક શખ્સ બનાવ સ્થળેથી નાસી છૂટ્યો હોય વોન્ટેડ આરોપી રફીક મિર્જી ઉર્ફે સચિન ની પોલીસે શોધખોળ હાથ ધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.