ભરૂચ શહેર સબજેલ પાસે આવેલ નગર રચના યોજના ભરૂચ નં – 3 અંતિમ ખંડ નંબર 94/ 95 વાળી જમીન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે અનઅધિકૃત રીતે અહીં ન રહેવાસીઓ ના ઘરો તોડી પાડવાની ધમકી મળેલ હોય જે બાબતે આ વિસ્તારના રહેવાસી મહંમદ અલી પટેલ દ્વારા ભરૂચ કલેકટરને સંબોધીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે આ લેખિત રજૂઆતમાં ભરૂચ સબ જેલ પાસે સંતોષી વસાહત ના રહેવાસીઓએ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે સામાન્ય પરિવારોને રહેવાનો આશરો છીનવી લીધો હોય તે સહિતના આક્ષેપ સાથે કલેકટરને લેખિત પત્ર પાઠવ્યો છે.
આ સોસાયટીના સંતોષી વસાહતના રહેવાસીઓ દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત પત્ર પાઠવી જણાવ્યું છે કે ગઈકાલે બપોરે 12 વાગ્યે અચાનક જ પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી ભરૂચ નગર રચના યોજના નંબર 3 અંતિમ ખંડ નંબર 94/ 95 પર એક દિવાલ બનાવવા માટે અહીં વસવાટ કરતા સામાન્ય વર્ગના પરિવારોના મકાનનો હિસ્સો તોડી પાડવામાં આવશે, તેવી ધમકી આપી જાણ કરેલ અને જણાવ્યું કે તમારા મકાનો ખાલી કરી દેજો આગળ કોઈપણ પ્રકારની નોટિસ મકાન માલિકોને પાઠવવામાં આવેલ નથી , વગર નોટિસે આ વિસ્તારના રહેવાસીઓને મકાન ખાલી કરવાની ધાકધમકી મળેલ છે, જે સંપૂર્ણપણે અયોગ્ય બાબત છે તેમ આ વિસ્તારના રહેવાસીઓએ કલેકટરને આપેલ લેખિત પત્રમાં જણાવ્યું છે.
ઉપરાંત આ વિસ્તારમાં ભરૂચ પ્રશાસન દ્વારા ટીપી ત્રણના પ્લોટ પર કબજો પણ કરવામાં આવ્યો હોય અત્રે દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, તે પ્લોટ વિષયક વાત કરતા જાણવા મળ્યું છે કે નગર રચના યોજના ત્રણના અંતિમ ખંડમાં પ્લોટ નંબર 94/95 હોય જે પ્લોટ ડા ની માલિકીના છે વખતો વખત અપલોડ બૌડાના છે અત્રે પ્લોટ નંબર 94 શાળા અને રમત ગમતના મેદાન માટે ફાળવવામાં આવ્યો હોય તેમ જ પ્લોટ નંબર 95 માર્કેટ માટે અનામત આ પ્લોટો પૈકી 154 -2 અને થી 65-સુધીના મકાનો ને તોડી પાડવામાં આવનાર હોય જેની ગઈકાલે તાત્કાલિક અસર થી અહીંના રહીશોને જાણ કરવામાં આવેલ છે જે અત્યંત ગેર વ્યાજબી બાબત રહેવાસીઓએ ઠરાવી છે ઉપરાંત અહીંના રહીશો જણાવે છે કે જમીન હાલમાં પણ બૌડાની માલિકીને છે જેલ પ્રશાસન દ્વારા અહીં અનઅધિકૃત રીતે દિવાલ શા માટે બનાવવામાં આવનાર છે તે તો પ્રશ્ન જ રહ્યો??