ભરૂચમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરવામાં આવી હતી, યોગ દિનની ઉજવણીમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓથી લઈને યુવા શિક્ષક ગણ વાલીઓ સહિતનાઓ સંમિલિત થયા હતા.
ભરૂચમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં 21 જૂન 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ થી માંડી સિનિયર સિટીઝન સુધીના તમામ વર્ગના વ્યક્તિઓ 21 જૂન નિમિત્તે યોજાયેલ આંતર રાષ્ટ્રીય યોગદિન ની ઉજવણીમાં ઉપસ્થિત રહી દૈનિક જીવનમાં યોગનું મહત્વ વધારવા માટે સમાજમાં પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આજરોજ યોજાયેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણીમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સૂક્ષ્મ વ્યાયામ પ્રાણાયામ માં પદ્માસન ઓમ મંત્ર ચાર સહિત , વજ્રાસન , પ્રાણાયામ તેમજ મ્યુઝિક સાથે સૂર્ય નમસ્કાર સર્વે ઉપસ્થિત શાળાકીય પરિવાર વિદ્યાર્થીઓ વાલીઓએ કર્યા હતા, આ તકે યોગ ટ્રેનરો દ્વારા જીવનમાં ઉપયોગી વિવિધ પ્રકારની મુદ્રાઓ દ્વારા વિવિધ રીતે તેમનું જીવનમાં અનેરૂ મહત્વ વિવિધ મુદ્રાઓનો અભ્યાસ પણ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ , માતા-પિતા, શિક્ષકો, સિનિયર સિટીઝન સહિતનાઓ ઉપસ્થિત રહી સમાજમાં સહભાગી થઈ સુખાકારી અને શાંતિનો સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ દરમિયાન વિવિધ યોગાશનો અને યોગને લગતા ગ્રુપ ડાન્સ કરવામાં આવ્યો હતો. દૈનિક રૂટિનમાં યોગ અભ્યાસને સામેલ કરવાના શપથ પણ ઉપસ્થિત દરેકે ગ્રહણ કર્યા હતા . શાળાના ટ્રસ્ટીગણે આ તકે સંદેશ પાઠવ્યો હતો કે સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન વિદ્યાર્થીઓ માટે શારીરિક માનસિક અને આધ્યાત્મિક કલ્યાણ ને સમૃદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહિત કરવા માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે, આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી વિદ્યાર્થીઓ વાલીઓની સુખાકારી માટે સામાજિક સંદેશ પાઠવ્યો હતો.