ભરૂચમાં નોંધણા વલ્લીપુર ગામમાં કોતરવા ગામમાં બે જૂથ વચ્ચે કાંટા વાળી વાડ તોડવા બાબતે અથડામણ થતાં બનાવ મારા મારી અને જીવલેણ ફાયરિંગ સુધી પહોંચ્યો હતો, આથી પોલીસે ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને વેડચ પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લઇ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારના નોંધણા વલ્લીપુર ગામે બે જૂથ વચ્ચે કાંટાવાળી વાડ તોડવા બાબતે ફાયરીંગ તથા ખૂનની કોશિશનો બનાવ બનવા પામ્યો હોય , જે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા તાત્કાલિક અસરથી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલ હોય, વેડચ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જૂથ અથડામણ અને ફાયરિંગ ખૂનની કોશિશના બનાવ સ્થળની પોલીસ દ્વારા વિઝીટ કરવામાં આવેલ હોય, ગુના વાળી જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સી અલગ અલગ થિયરીના આધારે ગુના વાળી જગ્યા નો જીણવટ પૂર્વક અભ્યાસ કરવામાં આવેલ હોય, સામસામે જૂથ અથડામણમાં આરોપીઓની પૂછતાછ કરી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવેલ હોય જેમાં(1) છેલાભાઈ વેલાભાઈ ગમારા (2) રણછોડભાઈ માત્રાભાઈ ગમારા (3) જાદવભાઈ સાંગાભાઈ ગમારા (4) નાગજીભાઈ સાંગાભાઈ ગમારા(5) હરેશભાઈ નાગજીભાઈ ગમારા(6) રામજીભાઈ વેલજીભાઈ ગમારા(7) લાલજીભાઈ માત્રાભાઈ ગમારા(8) લાલજીભાઈ નાગજીભાઈ ગમારા(9) સુરેશભાઈ વેલાભાઇ ગમારા તમામ રહે નોંધાણા વલીપુર કોતરવગો તાલુકો જંબુસર જીલ્લો ભરૂચ તેમજ સામા પક્ષે આરોપીઓ (1)ભરતભાઈ ફકાભાઇ ગમારા (2)બીજલભાઇ ફકાભાઈ ગમારા(3) લાખાભાઈ ફકાભાઈ ગમારા (4)ફકાભાઇ ભોજાભાઇ ગમારા ને પોલીસે એક મોટરસાયકલ નંબર GJ 16 Ac 4040 કિંમત રૂપિયા 8,000 / થાર ગાડી રજીસ્ટર નં. GJ 06PK9444 કિંમત રૂપિયા 10 લાખ, દેશી હાથ બનાવટની પિસ્તોલ -1 કિંમત રૂપિયા 10,000, ડાંગ નંગ 7 , ખાલી કેથેસ નંગ ત્રણ સહિતનો મુદ્દા માલ કબજે કરી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી સામસામે ફરિયાદ નોંધી કલમ 143, 147, 148, 149, 307, 324, 323, 504 , 506 (2) તથા જી.પી.એક્ટ પી. ની કલમ 135 તથા આર્મસ એક્ટ નો ગુનો નોંધી તમામ આ આરોપીઓની અટકાયત કરી આગળ કાયદેસરની કાર્યવાહી વેડચ પોલીસ સ્ટેશન તથા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ચલાવી રહેલ છે.