*_ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામ નજીક ચાર ઇસમોએ મોટરસાયકલ સાથે ફોર વ્હિલ ગાડી અથાડતા એકનું મોત…*
*અગાઉના ઝઘડાની રીષ રાખી હુમલો કરાયો હોવાની ફરિયાદ..*
*મોટરસાયકલ સવાર વ્યક્તિઓ પૈકી એકનું મોત અન્ય ઘવાયા…*
*ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમધરા ગામ નજીક એક ફોર વ્હિલ ગાડીના ચાલકે મોટરસાયકલો સાથે તેનું વાહન અથાડતા મોટરસાયકલ સવાર ઇસમો પૈકી એકનું મોત થયું હતું,જ્યારે અન્ય છ જેટલા ઇસમોને ઇજાઓ થઇ હતી. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગત તા.૨૬ મી મે નારોજ નાની જાંબોઇ ગામ ખાતે ઉમધરા ગામના રણજીત સોમાભાઇ વસાવા નામના ઇસમે કોઇ કારણસર સરસાડ ગામના ગણેશભાઇ સોમાભાઇ વસાવા ઉપર તેની ફોર વ્હિલ ગાડી નાંખવાની કોશિશ કરતા આ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં રણજીતને માથામાં ઇજા થઇ હતી. દરમિયાન ગતરોજ તા.૧૯ મીના રોજ ગણેશભાઇ અન્ય લોકોની સાથે મોટરસાયકલો પર સરસાડ ગામેથી આવવાના હોઇ,તેની જાણ રણજીતને થતાં આગળના ઝઘડાની રીષ રાખીને બીજા અન્ય ત્રણ ઇસમો સાથે આ લોકોના આવવાના રસ્તા પર ફોર વ્હિલ ગાડી લઇને છુપાઇ રહ્યા હતા,અને ગણેશભાઇ અને તેમની સાથેના અન્ય લોકો આવતા રણજીતભાઇએ તેમની ફોર વ્હિલ ગાડી આ લોકોની પાછળ પુરઝડપે લાવીને મારી નાંખવાના ઇરાદે મોટરસાયકલ સાથે પાછળથી અથાડી દીધી હતી. આ હુમલામાં ગણેશભાઇ સાથેના* *કાર્તિકભાઇ,રોશનભાઇ,ભાવેશભાઇ,સતિષભાઇ તથા આકાશભાઇ ઇજાગ્રસ્ત થયા હતા તેમજ અનિલભાઇને માથાના ભાગે ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તે લોકો ફોર વ્હિલ ગાડી લઇને નાશી ગયા હતા. ઘટના સંદર્ભે ગણેશભાઇ સોમાભાઇ વસાવા રહે.ગામ સરસાડ તા.ઝઘડિયાનાએ રણજીતભાઇ સોમાભાઇ વસાવા,હિતેશભાઇ,અજયભાઇ તમામ રહે.ગામ ઉમધરા તા.ઝઘડિયાના તેમજ રાહુલભાઇ લાલાભાઇ વસાવા રહે.ગામ સરસાડ તા.ઝઘડિયાના વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી._*
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા