ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આજે સેકન્ડ ઈનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જવાનો નો સ્નેહમિલન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ ને લગત કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આજે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની ઉપસ્થિતિમાં સેકન્ડ ઈનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જવાનોનો સ્નેહમિલન નો કાર્યક્રમ પોલીસ હેડ કોટર ખાતે યોજાઈ ગયો હતો આ કાર્યક્રમમાં ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા સેકન્ડ ઈનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપને તેમની શારીરિક હેલ્થ બાબતે ખબર અંતર પૂછવામાં આવ્યા હતા. આ તકે રીટાયર્ડ પોલીસ જવાનોએ સામાજિક જવાબદારીની સાથે લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે અંગેની ચર્ચા પણ કરી હતી આ કાર્યક્રમની સાથોસાથ પોલીસ હેડકવાટર ખાતે ધોરણ 1 થી 8 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કુલ બેગ નોટબુક કંપાસ સહિતની વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થાય તેવી કીટનું વિતરણ જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ચિરાગભાઈ ભટ્ટ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં એલસીબીઆઈ મનીષ વાળા આરપીઆઈ પટેલ સાહેબ રિટાયર્ડ પોલીસ જવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહમિલન નો કાર્યક્રમ રંગે ચંગે સમાપ્ત થયો હતો.